Aapnu Gujarat
ગુજરાત

કડીમાં થોળ રોડ પરનો અંડરબ્રિજ સ્વિમિંગપુલ બન્યો

કડીમાં આજે સવારથી મેધરાજાએ આક્રમક મૂડમાં પધરામણી કરી છે. મેઘરાજાએ ભારે સટાસટી બોલાવતા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ત્યારે કડી થોળ રોડ પર આવલે અંડરબ્રિજમાં પાણીનો યોગ્ય રીતે નિકાલ ના તથા અને તંત્રની બેદરકારીને કારણે તે અંડરબ્રિજ આજે ભારે વરસાદને કારણે છલોછલ ભરાઈ ગયો હતો તેમજ જાહેર માર્ગો ઉપર પણ પાણી જ પાણી જોવા મળ્યા હતા. કડીના મોટાભાગના વિસ્તારો જળમગ્ન બની ગયા હતા અને ક્યાંક ક્યાંક તો ઢીંચણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયા હતા.
કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ અને કડીની જાહેર જનતાની સુખાકારી માટે બનાવેલ અંડરબ્રિજ ફરીથી આજે દરવર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેના પગલે ત્યાંથી આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભારે વાહનચાલકોને જવા માટે અંડરબ્રિજની બાજુમાં આવેલ સિટી પાર્ક થઈને વડવાળા હનુમાનજી મંદિર થઈને બાલાપીર થી બાય પાસ રોડ પર જવું પડતું હોય છે પણ કડી શહેર માં આવેલ વડવાળા હનુમાજી રોડ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા વાંરવાર ઉભી થતી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં તે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતાં હોય છે. ટ્રાફિક જામના દ્રશ્યો સિટી પાર્કથી વડવાળા હનુમાનજી મંદિર અને ત્યાંથી બાલાપીર સુધી લાંબી ગાડીઓની લાઇન જોવા મળતી હોય છે અને ત્યાં રોડ પર પડેલા મસમોટા ખાડાને કારણે ભારે વાહન ચાલકો ફસાઈ જવાની સમસ્યા પણ સામે આવતી હોય છે ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવી પડતી હોય છે અને અંડરબ્રિજમાં વરસાદને કારણે છલોછલ ભરાઈ ગયેલ પાણીને કારણે કડીમાં આજુબાજુના વિસ્તારના રહીશો તેને જોવા માટે ઉમટી પડતા હોય છે અને પોતાના મોબાઈલમાં સેલ્ફી ફોટોગ્રાફ કરીને થોળ રોડ પર બનાવેલ અંડરબ્રિજ જે વરસાદ ને કારણે સ્વીમીંગપુલ બની જાય છે તેની મજા માણતા હોય છે.
કડી નગરપાલિકા દ્વારા દર વર્ષે જે પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે તેનો યોગ્ય રીતે આવનાર સમયગાળામાં નિકાલ કરવામાં નહીં આવે તો આવી જ પરિસ્થિતિ કડીની જનતાને આવનાર ચોમાસાની ૠતુ માં જોવા મળવાની છે અને આવીજ મુશ્કેલીનો પ્રજાએ વાંરવાર સામનો કરવો પડશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

બોડેલી ગામના અલીપુરા ચાર રસ્તા પર ખાનગી વાહનોનાં કારણે ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

aapnugujarat

ગુજરાતમાં મોનસૂનની એન્ટ્રી

aapnugujarat

अहमदाबाद में मोदी आज स्वच्छता के उद्देश्य के साथ महासम्मेलन को संबोधित करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1