Aapnu Gujarat
ગુજરાત

બોડેલી ગામના અલીપુરા ચાર રસ્તા પર ખાનગી વાહનોનાં કારણે ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

બોડેલી ગામના અલીપુરા ચાર રસ્તા પાસે ખાનગી વાહનોનો જમાવડો થતા લોકો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે. ટ્રાફિક જામ કરતી વડોદરાથી છોટાઉદેપુર જતી ખાનગી લકઝરીને રજપૂત વાડીના રસ્તા પર ઉભી રાખતા લકઝરીની આગળ સ્થાનિકોએ કાર મુકી ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતાં લોક ટોળુ એકત્રિત થઈ ગયું હતું અને ટ્રાફઇક જામ થઈ ગયો હતો. તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પડ્યો હતો. સ્થાનિકોએ આડેધડ પાર્ક કરાતા ખાનગી વાહનોનાં કારણે ટ્રાફિક જામ થતો હોવાની રજૂઆત કરી હતી. સ્થળ પરથી લકઝરી પોલીસ મથકે લઇ જવાઇ હતી તેમજ બીજા ખાનગી વાહનો પર પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા અલીપુરા ચાર રસ્તા પર ખાનગી વાહન ચાલકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

ગુજરાતને પુનઃ પૂર્વવત કરવા માટે મંત્રીઓને અપાઈ જિલ્લાવાર જવાબદારી

aapnugujarat

કેન્દ્રીય રાજયમંત્રી રામદાસ આઠવલેના હસ્તે ડભોઈનાં પલાસવાડા ગામમાં જય પ્રાથમિક શાળાનું ઉદઘાટન

aapnugujarat

लद्दाख और सिंधु दर्शन यात्रा पर गुजरात के यात्रियों को सहाय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1