Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટ્રમ્પે ભારતવંશી નિક્કી હેલીને બનાવ્યા સ્ટાર સ્પીકર

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ત્યાં રહેલા ભારતીયોને રિઝવવાની બંને તરફથી પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિકે કમલા હેરિસને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યાં હવે ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને નિક્કી હેલીને તેમનો જવાબ આપવા માટે સ્ટાર સ્પીકર બનાવીને ચૂંટણી રોચક બનાવી દીધી છે.
રિપબ્લિકન સંમેલનોના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન બોલતા કહ્યુ નિક્કી હેલીએ કહ્યુ કે હું ભારતીય પ્રવાસીઓની ગૌરવશાળી દિકરી છુ. તેમણે કહ્યુ કે તેઓ અમેરિકા આવે અને એક નાના દક્ષિણ શહેરમાં બસ ગયા. મારા પિતાએ પાઘડી પહેરી હતી. મારી માતાએ સાડી પહેરી હતી. હુ એક બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયામાં એક ભૂરી છોકરી હતી.
તેમણે કહ્યુ, અમારે ભેદભાવ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરંતુ મારા માતા-પિતાએ ક્યારેય ફરિયાદ અને નફરત કરી નથી. મારી માતાએ એક સફળ વ્યવસાય બનાવ્યો. મારા પિતાજીએ ઐતિહાસિક રીતે બ્લેક કોલેજમાં ૩૦ વર્ષ સુધી ભણાવ્યુ અને દક્ષિણ કેરોલિનાના લોકોએ મને પોતાની પહેલી લઘુમતી અને પહેલી મહિલા ગવર્નરના રૂપમાં પસંદ કર્યા.
સાઉથ કેરોલિનામાં જન્મેલી નિક્કી હેલીનું મૂળ નામ નિમ્રતા રંધાવા હતુ. તેમના પિતા અજીત સિંહ રંધાવા અને માતા રાજ કૌર રંધાવા પંજાબના અમૃતસરથી અહીં આવ્યા હતા. એક નિવેદનમાં ટ્રમ્પ કેમ્પેઈને કહ્યુ, ચાર દિવસ સુધી ચાલનારા પ્રેસિડેન્ટ ટ્રમ્પ ૨૦૨૦ કન્વેશન મહાન અમેરિકી ઈતિહાસનું સન્માન કરશે. આ દરમિયાન મેક અમેરિકા ગ્રેટ અગેનના એજન્ડાને પણ સૌની સામે રાખવામાં આવશે. નિક્કી હેલી સિવાય સંમેલન પહેલા દિવસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને કિંબર્લી ગુઈલફૉયલ પણ લોકોને સંબોધિત કરશે. પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સંમેલનને વ્હાઈટ હાઉસ સ્થિત રોજ ગાર્ડનથી બુધવારે સંબોધિત કરશે. એવુ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર હશે.

Related posts

India-Maldives signs treaty on mutual legal assistance in criminal matters

aapnugujarat

કર્ણાટકમાં કુમારસ્વામીની આવતીકાલે મુખ્યમંત્રી તરીકે તાજપોશીે

aapnugujarat

હિંદુ ટ્રસ્ટ ફોર જસ્ટિસે હેટ સ્પિચ અંગે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1