Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં કુમારસ્વામીની આવતીકાલે મુખ્યમંત્રી તરીકે તાજપોશીે

કર્ણાટકમાં જોરદાર નાટ્યાત્મક ઘટનાક્રમના દોર બાદ આવતીકાલે જેડીએસના કુમારસ્વામી મુખ્યપ્રધાન તરીકેના શપથ લેશે. શપથવિધીમાં હાજરી આપવા માટે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ પહોંચી રહ્યા છે. આ ઉપરાંત બિન ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્યપ્રધાન પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે. બેંગલોરમાં શપથવિધી યોજાનાર છે. કર્ણાટકમાં લાંબી કાયદાકીય લડાઇ બાદ હવે જેડીએસ અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. કુમારસ્વામી મુખ્યપ્રધાન રહેશે. કોંગ્રેસ પાર્ટીના સભ્યો સરકારમાં સામેલ થશે. સરકારની રચનાને લઇને બેંગ્લોરમાં આજે મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. બુધવારના દિવસે મુખ્યપ્રધાનપદના શપથ થશે. ત્યારબાદ સ્પીકરની ચૂંટણી યોજાશે. કુલ ૩૩ સભ્યોની સરકારમાં જેડીએસના મુખ્યપ્રધાન સહિત ૧૩ સભ્યો રહેશે. અને કોંગ્રેસના ૨૦ સભ્યોને પ્રધાનપદ અપાશે. કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગઇકાલે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળીને તેમની સાથે વાત કરી હતી.
આ ગાળા દરમિયાન રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુમારસ્વામી પહેલા જ કહી ચુક્યા છે કે કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે સત્તા વહેંચણીને લઈને કોઈ સમજૂતિ કરવામાં આવી નથી. કોંગ્રેસના નેતાઓએ વાતચીત કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યું હતું કે તેઓ ગાંધી પરિવાર પ્રત્યે સન્માન વ્યક્ત કરવા ઈચ્છતા હતી. જેથી દિલ્હી પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે કહી ચુક્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને શપથ ગ્રહણમાં હાજરી આપનાર છે. સોમવારના દિવસે સોનિયા ગાંધીને મળ્યા બાદ જેડીએસના નેતા દાનિશ અલી અને કોંગ્રેસના કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત, કેસી વેણુગોપાલ અને ગુલામનબીએ કર્ણાટકના વર્તમાન ઘટનાક્રમ ઉપર રાહુલ ગાંધીને માહિતી આપી હતી.કર્ણાટકમાં હાલમાં ભારે ઉથલપાથલ રહી હતી. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ઇજ્જત બચાવવા માટે તમામ તાકાત મેદાનમાં લગાવી હતી. છેલ્લી ઘણી ચૂંટણીઓથી કોંગ્રેસ પાર્ટીની સતત હાર થઇ રહી હતી. આવી સ્થિતિમાં કર્ણાટક હાથમાં નિકળી જવાની સ્થિતિમાં તેની સામે ખુબ જટિલ સ્થિતિ ઉભી થનાર હતી જેના પરિણામ સ્વરુપે હવે કર્ણાટકમાં જેડીએસ સાથે હાથ મિલાવીને સત્તા કોઇ રીતે જાળવી રાખવામાં સફળતા હાસલ કરી લીધી છે. કુમારસ્વામીએ શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સ્વિકારી લીધું હતું.
રાહુલે કહ્યું છે કે, તેમની વચ્ચે કર્ણાટકના રાજકારણની સાથે સાથે અન્ય અનેક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઇ છે.

Related posts

मराठावाड़ाः सिर्फ ८ दिन में ३४ किसानों ने की आत्महत्या

aapnugujarat

Canada PR : કેનેડા સેટલ થવાનો વિચાર છે ? PR માટે એક્સપ્રેસ એન્ટ્રી, PNPમાંથી કયો રસ્તો બેસ્ટ રહેશે?

aapnugujarat

જયાપ્રદાએ પણ જો મી-ટુ કહ્યું તો આઝમ ખાનને જેલ જવું પડશે : અમરસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1