Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં ભાજપ ખેલ બગાડી શકે છે તેવી કોંગ્રેસને ચિંતા

કર્ણાટકમાં બહુમત પરીક્ષણમાં અસફળ થયા બાદ ભાજપ હજુ પણ રાજ્યમાં સરકાર બનાવવાની યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન ખુબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. એચડી કુમારસ્વામી આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર છે. ભાજપ વિપક્ષની છાવણીમાં કોમ્યુનિટી, લિંગાયત અને આદિવાસી કાર્ડ રમે છે જેથી તેમની રમતને બગાડી શકાય છે. કોંગ્રેસ અને જેડીએસને આ બાબતની દહેશત છે કે, તેઓ પોતાના ધારાસભ્યોને લાલચ આપીને ખેંચી શકે છે. એમ માનવામાં આવે છે કે, નવી સરકારની રચના બાદ પણ કર્ણાટકમાં જારી રહી શકે છે. ભાજપ વડા અમિત શાહનું માનવું છે કે, ભાજપ કોંગ્રેસને ફટકો આપી શકે છે. એમ માનવામાં આવે છે કે, કુમારસ્વામીની સરકારમાં કર્ણાટક કોંગ્રેસ વડા જી પરમેશ્વર ડેપ્યુટી મુખ્યમંત્રી બની શકે છે પરંતુ ભાજપ રાજ્યમાં લિંગાયતને નાયબ મુખ્યમંત્રી બનાવવાની રજૂઆત કરવામાં આવી રહી છે. કુમારસ્વામીની સરકારમાં કેટલીક દુવિધાઓ હજુ પણ પ્રવર્તી રહી છે. કોંગ્રેસમાં સૌથી વધારે લિંગાયત ધારાસભ્ય છે. ૧૬ ધારાસભ્ય લિંગાયત સમુદાયના છે. ૧૧ વોકાલિગા સમુદાયના છે. કુમારસ્વામી પોતે વોકાલિગા સમુદાયના છે. એમ માનવામાં આવે છે કે, કેબિનેટમાં મુસ્લિમોને પણ મોટું પ્રતિનિધિત્વ મળી શકે છે. કોંગ્રેસમાં સાત ધારાસભ્ય મુસ્લિમો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, યેદીયુરપ્પાના રાજીનામા બાદ પણ બાબત પુરી રીતે ખતમ થઇ નથી. કર્ણાટકમાં બાજી હવે શરૂ થઇ રહી છે. આ ખેલથી રાષ્ટ્રીય રાજનીતિમાં ફેરફાર થશે. કોંગ્રેસ પાર્ટી હજુ પણ સાવધાન થયેલી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ માને છે કે, કર્ણાટક એવી જગ્યા છે જ્યાં શાહ અને તેમની ચાણક્ય પોલિટિક્સમાં દક્ષિણમાં ફટકો આપી શકાય છે.

Related posts

सोनिया गांधी ने लोगों को कोविड से बचने की दी सलाह

editor

લાલુ પરિવારમાં ઘમાસાણ, તેજ પ્રતાપે પદથી આપ્યું રાજીનામું

aapnugujarat

અમરનાથ દર્શન માટે ૨૩૩ શ્રદ્ધાળુની ટુકડી રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1