Aapnu Gujarat
ગુજરાત

કડીમાં મૂશળાધાર વરસાદ

આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે જેમાં મહેસાણા જિલ્લાના કડી શહેર સહિતના વિસ્તારોમાં સવારે ૬ થી ૯ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ કરણનગ રોડ, શાકમાર્કેટ, ભીમનાથ મહાદેવ, ભાગ્યોદય હોસ્પિટલ રોડ, નાની કડી અયોધ્યા સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કડી શહેરમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જ્યારે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી.કડી શહેરમાં નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવતા હોય છે પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભારે વરસાદના કારણે તેમની પોલમ પોલ ખુલી ગઈ હતી. કરણનગર રોડ વિકાસ ના નામે ખુબજ આગળ વધી રહ્યો છે ત્યારે કડી નગરપાલિકા દ્વારા બનાવેલ ગટર લાઈન દ્વારા યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલ ના થતા અને આ મુશ્કેલી ઘણાં વર્ષોથી ચાલી રહી છતાં પણ હજુ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને કારણે ત્યાંની સોસાયટીના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોરોના મહામારીના સમયગાળા દરમ્યાન પણ આવી મુશ્કેલીનો સામનો જાહેર જનતાને કરવો પડી રહ્યાં છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

હિંમતનગરના દુર્ગા બજાર કોમ્પ્લેક્સના પાછળ ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

વડોદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ ખેડૂતો સાથે મિટીંગ તોફાની

aapnugujarat

વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે પ્રજાનાં પૈસા લૂંટાઇ રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1