Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના દુર્ગા બજાર કોમ્પ્લેક્સના પાછળ ગંદકીનું સામ્રાજ્ય

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વેપારીઓનું હબ કહેવાતું દુર્ગા બજાર કોમ્પલેક્ષના પાછળ પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અહીંયા કોઈ નિયમ લાગુ પડતો ના હોય તેવું પ્રથમ દૃષ્ટિએ નિહાળી શકાય છે. નગરપાલિકા પણ આ ગંદકીની નિયમિત રીતે સાફ-સફાઈ કરતી ના હોય તેવું જાણી શકાય છે. પુષ્કળ પ્રમાણમાં ગંદકીના કારણે ત્યાંથી નીકળવું પણ માથાના દુખાવા સમાન થઈ ગયું છે. આ ગંદકી કોમ્પલેક્ષવાળા કરી રહ્યા છે અને જો કોમ્પલેક્ષ દ્વારા આ રીતની ગંદકી કરતા હોય તો તંત્ર કેમ કાર્યવાહી કરતી નથી ? આ બાબતે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવામાં નહીં આવે તો ત્યાંથી નીકળવું પણ માથાના દુખાવા સમાન છે અને જો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ ? તંત્ર કે પછી સ્થાનિક લોકો ? હવે જોવું રહ્યું કે નગરપાલિકા કેટલા સમયમાં ગંદકી દૂર કરવામાં સફળ રહે છે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

નવરાત્રિ : રોમીયોગીરી કરતાં વધુ આઠ યુવકો પકડાઇ ગયા

aapnugujarat

गुजरात में कांग्रेस सत्ता पर आएगी तो किसानों का कर्ज माफ होगा

aapnugujarat

ગુજરાતની આવનારી પેઢી નાદુરસ્ત, ૨ લાખ બાળકોને ગંભીર રોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1