Aapnu Gujarat
ગુજરાત

નવરાત્રિ : રોમીયોગીરી કરતાં વધુ આઠ યુવકો પકડાઇ ગયા

નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં યુવતીઓ મહિલાઓ સાથે ચેનચાળા કે બિભત્સ વર્તન કરતાં તત્વો સામે મહિલા પોલીસ સ્કવોડનો સપાટો સતત ૪થા દિવસે ચાલુ રહ્યો હતો. ગઇકાલે શહેરમાં ૪થા નોરતે વિવિધ વિસ્તારોમાં અને સ્થળોએ ચાલી રહેલા રાસ-ગરબાની રમઝટ દરમ્યાન યુવતીઓની છેડતી કરતાં અને મોડી રાતે ઘેર પરત ફરી રહેલી યુવતીઓ સાથે રોમીયોગીરી કરતાં વધુ આઠ લુખા યુવકોને સાદા ડ્રેસમાં સજ્જ મહિલા પોલીસની સ્કવોડે રંગેહાથ ઝડપી લોકઅપ ભેગા કરી દીધા હતા. મહિલા પોલીસની કડક કાર્યવાહીને પગલે રોમીયોગીરી કરતાં યુવકોના હોશ ઉડી ગયા હતા. નવરાત્રિના પહેલા ચાર દિવસમાં જ મહિલા સ્કવોડના હાથે ઝડપાયેલા લુખા તત્વોનો આંક ૪૩ને આંબી ગયો છે. નવરાત્રિના પર્વને લઇ યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની ખાસ જુદી જુદી સ્કવોડની રચના કરવામાં આવી છે અને તેઓ સાદા ડ્રેસ અને ચણિયાચોળીમાં સજજ થઇ રાસ-ગરબાના વિવિધ સ્થળોએ બાજ નજર રાખી રહી છે., નવરાત્રિના નવ દિવસ મહિલા પોલીસ સ્કવોડને એલર્ટ કરી દેવામાં આવી છે. નવરાત્રિ દરમ્યાન રાસ-ગરબાના સ્થળોએ તેમ જ મોડી રાતે ગરબે ઘૂમી પરત ફરતી યુવતીઓ-મહિલાઓને છેડતી, મજાક-મશ્કરી અને બિભત્સ ઇશારા કરતાં આઠ જેટલા યુવકોને આવી લુખાગીરી કરતાં મહિલા પોલીસની સ્કવોડે રંગેહાથ ઝડપી લીધા હતા. શહેરના એસજી હાઇવે, રિવરફ્રન્ટ અને સીજી રોડ સહિતના વિસ્તારોમાં મહિલા પોલીસની સ્કવોડે સપાટો બોલાવ્યો હતો. સાદા ડ્રેસ અને ચણિયાચોળીમાં સજ્જ મહિલા પોલીસની ટીમોએ રોમીયોગીરી કરતાં આ યુવકોને રાતે ને રાતે ઉઠાવી લોકઅપ ભેગા કર્યા હતા. મહિલા પોલીસ સ્કવોડના સપાટાને પગલે લુખાગીરી કરતાં યુવકોના હોશ ઉડી ગયા હતા. નવરાત્રિના પર્વ દરમ્યાન યુવતીઓ અને મહિલાઓની ખાસ સુરક્ષા માટે બે પીઆઇ અનએ પાંચ પીએસઆઇની આગેવાની હેઠળ અલગ-અલગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સિવાય ૧૮૧ નંબરની અભયમ્‌ની હેલ્પલાઇનની પણ મદદ લેવાઇ રહી છે કે જેના મારફતે આવી કોઇ ફરિયાદ મળે તો સ્કવોડની દસ જેટલી ગાડીઓની મદદથી જે તે વિસ્તારમાં તાત્કાલિક પહોંચી આવા તત્વોને ઝબ્બે કરી શકે. મહિલા પોલીસની સ્કવોડ સાદા ડ્રેસમાં સજ્જ હોવાથી આવા તત્વો પોલીસના સકંજામાં આબાદ ઝડપાઇ જવાની સંભાવના વધી જાય છે. મહિલા પોલીસ સ્કવોડની ટીમો શહેરના ખાણીપીણી બજારો, જાહેરજગ્યાઓ, કલબો-પાર્ટીપ્લોટ સહિતના ગરબાના સ્થળોએ વોચ ગોઠવી સતત પેટ્રોલીંગ પણ કરી રહી છે.

Related posts

રાજ્યમાં ૨૪મી ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે : રિપોર્ટ

aapnugujarat

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

aapnugujarat

बिजली की करंट से महिलाओं की मौत का मामला : टोरन्ट के खिलाफ शिकायत दर्ज करने मृतक के परिवार की मांग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1