Aapnu Gujarat
ગુજરાત

રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમ ન કરવાની માંગ કરતી બાંભણીયાની અરજી ફગાવાઈ

રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને ચકચારભર્યા કેસમાં આજે હાર્દિક પટેલ તરફથી ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી એડિશનલ સેશન્સ જજ એસ.એચ.ઓઝાએ તા.૨૮મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. બીજીબાજુ, આ કેસના આરોપી દિનેશ બાંભણીયાએ સુપ્રીમકોર્ટમાં આ કેસને લગતી પિટિશન પડતર હોઇ ત્યાં સુધી અહીંની કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં ના આવે તેવી દાદ માંગતી અરજી કરાઇ હતી, તે અરજી આજે કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સુપ્રીમકોર્ટનો કોઇ સ્ટે નથી અને વળી, અગાઉ પણ આ જ પ્રકારની આરોપીપક્ષની અરજી કોર્ટે નામંજૂર કરેલી છે ત્યારે હાલની અરજી પણ ટકી શકે તેમ નથી અને તેથી અરજી નામંજૂર કરવામાં આવે છે. બીજીબાજુ, આરોપી ચિરાગ પટેલ તરફથી અગાઉ આ કેસનો ટ્રાયલ ઝડપથી ચલાવવા અને ચાર્જફ્રેમની પ્રક્રિયા તાકીદે પૂરી કરવા માંગણી કરતી જે અરજી કરાઇ હતી, તેમાં સેશન્સ કોર્ટે શકય એટલી ઝડપથી ટ્રાયલ ચલાવવાની હૈયાધારણ આપી હતી. રાજદ્રોહના કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ આજે અદાલત સમક્ષ હાજર રહ્યો ન હતો અને કોર્ટમાં અરજી કરી હતી કે, તેને વિસનગર કોર્ટમાં હાજર રહેવાનું હોઇ તેને કોર્ટમાં હાજર રહેવામાંથી મુકિત આપવામાં આવે. કોર્ટે તેની મુક્તિ માન્ય રાખી હતી. સાથે સાથે હાર્દિક પટેલ તરફથી ડિસ્ચાર્જ અરજી પણ રજૂ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, અરજદાર આ કેસમાં નિર્દોષ છે, તેની વિરૂધ્ધ રાજદ્રોહ કે ષડયંત્રનો કોઇ પ્રથમદર્શનીય ગુનો બનતો નથી. તેની વિરૂધ્ધ તપાસનીશ એજન્સી પાસે કોઇ નક્કર પુરાવા પણ નથી. વાસ્તવમાં, અરજદારપક્ષ વિરૂધ્ધ સરકાર દ્વારા રાજકીય દ્વેષભાવ અને કિન્નાખોરી રાખી આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અરજદારની આ કેસમાં બિલકુલ ખોટી રીતે સંડોવણી કરી દેવાઇ છે અને તેથી કોર્ટે અરજદારને આ કેસમાં બિનતહોમત છોડી મૂકવાનો હુકમ કરવો જોઇએ. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની આ ડિસ્ચાર્જ અરજીની વધુ સુનાવણી તા.૨૮મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. આ કેસમાં સરકારપક્ષ દ્વારા જરૂરી જવાબ રજૂ કરવામાં આવશે.

Related posts

સાબરમતી જેલમાં રહેલ ૫૦ દર્દીના એક્સ-રે માટે સલાહ

aapnugujarat

સ્પષ્ટ નિયત, અટલ નિષ્ઠાના ધ્યેય સાથેનું બજેટ રજૂ : મુખ્યમંત્રી વિજય રૂપાણી

aapnugujarat

चक्रवात ‘वायु’ के रास्ता बदलने के बावजूद हाई अलर्ट पर गुजरात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1