Aapnu Gujarat
ગુજરાત

રાહુલનો ગુજરાતનો પ્રવાસ વિસર્જન યાત્રા સાબિત થશે

રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસ અંગે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના પ્રવાસો માત્રને માત્ર નાટકીય અને હાસ્યાસ્પદ હોય છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં સમગ્ર દેશમાં ૨૮ જેટલી ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ચૂંટણી વિશ્લેષકો અને જનતાની વાત સાચી છે કે, જ્યાં જ્યાં રાહુલ ગાંધી આવે છે, ત્યાં ત્યાં કાંગ્રેસ જાય છે હારે છે. તેમનો ગુજરાતનો પ્રવાસએ કોંગ્રેસની વિસર્જન યાત્રા બની રહેશે. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના હિતની વાત કરતાં નથી પરંતુ વેરઝેરની રાજનીતિ કરે છે. કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલ ગુજરાતને થયેલ અન્યાયનો જવાબ આપતા નથી. નર્મદા યોજનાનો સતત કોંગ્રેસે વિરોધ કેમ કર્યો નર્મદા ડેમનું કામમાં મોડું થયું તેમાં કોંગ્રેસનું પાપ જવાબદાર છે તેનો જવાબ આપીને ગુજરાતનાં કિસાનો, મહીલા અને ગુજરાતની જનતાની માફી માંગે, કેન્દ્રના કોંગ્રેસ શાસનમાં ગુજરાતની યોજનાઓ, અનુદાન, સહાય સાથે બજેટ કેમ ઓછું ફાળવતાં હતા. કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ વિરોધી અને ગુજરાત વિરોધી કેમ છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતનાં નેતૃત્વ વિરોધી કેમ છે સરદાર પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્ન કોંગ્રેસે કેમ ન આપ્યો અને સંસદમાં તેમનું તૈલચિત્ર કેમ ન મુક્યું. મોરારજી દેસાઈને વડાપ્રધાન તરીકે કેમ હટાવ્યા. તેમને પણ ભારત રત્ન કેમ ન આપ્યો ગુજરાતની અસ્મિતા, દેશનાં કરોડો લોકોનું શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવાં સોમનાથ મંદીરનાં પુનઃ નિર્માણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્ર બાબુને જવાની નેહરુજીએ કેમ ના પાડી હતી અને ત્યાર પછી નહેરુ ગાંધી પરીવારની ૪ પેઢીના ૫ લોકો હજુ સુધી સોમનાથનાં દર્શનને કેમ નથી આવ્યા. ગુજરાતની નર્મદા, વિકાસ નેતૃત્વ વિરોધી અને ગુજરાતનાં હિત, ગૌરવ અને અસ્મિતા વિરોધી કોંગ્રેસના રાહુલ ગાંધી પાસે ગુજરાતની જનતા જવાબ માંગી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પોપ્યુલર એક્શન લીડર તરીકેની પ્રતિભાની ઈર્ષ્યા કરીને ગુજરાતને, મોદીજીએ વારંવાર ટાર્ગેટ કેમ કરે છે નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવેલ આતંકવાદી ઈશરત અને તેની ટુકડીની તરફેણ કરીને ગુજરાતને, મોદીને વારંવાર ટાર્ગેટ કેમ કરે છે. નરેન્દ્ર મોદીને હત્યા કરવા માટે આવેલ આતંકવાદી ઈશરત અને તેની ટુકડીની તરફેણ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહને જેલમાં નાંખવાના સીબીઆઈ દ્વારા ષડયંત્રો કેમ કર્યા હતા તેનો રાહુલ ગાંધી ગુજરાતની જનતાને જવાબ આપે. પંડ્યાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીની છેલ્લી ૩ ગુજરાત મુલાકાતો માત્રને માત્ર હાસ્યાસ્પદ, નાટયાત્મક અને બુધિમત્તાનું પ્રદર્શન કરનારી રહી હતી. પહેલી મુલાકાત ઉનાની ઘટના વખતે રાજકોટની હોસ્પિટલમાં જે પીડિતની માતા નહીં તેવી અજાણી મહિલા સાથે ભેટીને ફ્રેબીકેટેડ ઈમોશનલ ડ્રામા કર્યો તે હાસ્પાસ્પદ પુરવાર થયા.

Related posts

અમદાવાદ જીલ્લા પંચાયત સંલગ્ન આઇસીડીએસ વિભાગ દ્વારા જીલ્લાકક્ષાનુ અભયમ્ મહિલા સંમેલન યોજાયું

aapnugujarat

સાબરમતીનદીમાંથી અજાણ્યા કપલ સહિત ચારના મૃતદેહ મળ્યા

aapnugujarat

બનાસકાંઠા જિલ્લાના હાડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્સ્ટેબલને ઇજા કરવાના મામલે વિદ્યાર્થીને જામીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1