Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભ્રષ્ટાચાર મુદ્દે કોઇ બાંધછોડ નહીં થાય : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની કારોબારીની બેઠકમાં આજે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભ્રષ્ટાચારના મુદ્દે તેમની જોરદાર ઝાટકણીકાઢી હતી. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, વિપક્ષી સભ્યો જ્યારે સત્તામાં હતા ત્યારે સત્તા તેમના માટે ઉપભોગની વસ્તુ તરીકે હતી. તેમણે કહ્યું હતું કે, વિપક્ષને પોતાની ભૂમિકા કઈ રીતે અદા કરવી જોઇએ. તે બાબત સમજમાં આવી રહી નથી. વડાપ્રધાનને ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત કરી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ યોજીને આ તમામ માહિતી આપી હતી. જેટલીએ કહ્યું હતું કે, વિપક્ષની પાસે કોઇ મુદ્દા હવે રહ્યા નથી જ્યારે આરોપો રહેતા નથી ત્યારે કડવાહટ ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે પરંતુ આવા શબ્દો વિકલ્પ હોઈ શકે નહીં. ભ્રષ્ટાચારને લઇને પણ મોદીએ પ્રહારો કર્યા હતા. ભ્રષ્ટાચાર ઉપર કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. ભ્રષ્ટાચારના મુદ્દે મોદીએ કહ્યું હતું કે, તેમના કોઇપણ સંબંધી રહ્યા નથી. જે ભ્રષ્ટાચારમાં પકડાઈ જશે તેમને તકલીફ થશે. જે કોઇપણ ભ્રષ્ટાચારમાં પકડાશે તે બચી શકશે નહીં. જેટલીએ કહ્યું હતું કે, તેમના કોઇપણ સંબંધી નથી. આવી સ્થિતિમાં કઠોર કાર્યવાહી કરવામાં આવશે. વડાપ્રધાને કારોબારીમાં સરકારની ઘણી યોજના અંગે માહિતી આપી હતી. આધારમાં જે બચત થઇ છે તે બચત સંપૂર્ણરીતે વ્યવસ્થા માટે ઉપયોગ થઇ શકે છે. મોદીએ કાર્યકરોને સરકારના કાર્યક્રમો માટે જનભાગીદારી વધારવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી અને ચૂંટણી જીતવી જેવી બાબતો તો ચાલતી રહે છે. ચૂંટણી જીતથી સત્તા મળે છે પરંતુ અમને લોકોનો જે વિશ્વાસ મળ્યો છે તેને જાળવી રાખવાની જરૂરલ છે. લોકશાહીમાં જનભાગીદારીને વધુ મજબૂત કરવાનીજરૂર છે. ભાજપ કારોબારીની બે દિવસીય બેઠક આજે પરિપૂર્ણ થઇ હતી જેમાં રાજકીય અને આર્થિક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. કારોબારીમાં ડોકલામ વિવાદની પણ વાત કરવામાં આવી હતી. આ મુદ્દાનો ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપ કારોબારીની બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો જેમાં મોદીના ન્યુ ઇન્ડિયાના વિઝનને ટેકો આપવામાં આવ્યો હતો. સાથે સાથે જીએસટીને અમલી બનાવવામાં આવેલી તકલીફનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આર્થિક મંદીના પડકારોને પહોંચી વળવા જરૂરી પગલા લેવાની પણ વાત કરવામાં આવી હતી. આર્થિક મુદ્દાઓ અંગે ઠરાવ પસાર કરાયો હતો. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ ઉપર પણ રજૂઆત કરાઈ હતી. મોદી સરકારની વિદેશનીતિની વાત પણ કરવામાં આવી હતી. સરકાર પાવર અને રોડવેના ક્ષેત્રમાં અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા ૪૦૦૦૦ કરોડની ફાળવણી કરી શકે છે. ગડકરીએ વિવિધ મુદ્દે પર સ્પષ્ટ વાત કરી હતી. ભાજપ કારોબારીની બેઠકમાં મોદીએ કરેલા સંબોધન અંગે જેટલીએ માહિતી આપી હતી.

Related posts

ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનના ત્રીજા ડોઝને મંજૂરી મળી

editor

નાગિને નાગના મોતનો 24 કલાકમાં લીધો બદલો!

aapnugujarat

शशि थरूर को कोलकाता HC से मिली राहत, गिरफ्तारी वारंट पर लगी रोक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1