Aapnu Gujarat
ગુજરાત

બાપુનગર વિસ્તારમાં હોમવર્ક નહી લાવતાં વિદ્યાર્થીને ટયુશન શિક્ષકે ઢોર માર માર્યો

શહેરના બાપુનગર વિસ્તારમાં હોમવર્ક નહી કરી લાવનાર ધોરણ-૧૦ના એક વિદ્યાર્થીને ટયુશન શિક્ષક દ્વારા માથાના વાળ પકડીને લોખંડના સળિયાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીની માતાએ આ અંગે બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ટયુશનીયા શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં ટયુશન શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલાયાનો આક્ષેપ પણ કરાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બાપુગર વિસ્તારમાં વલ્લભ ફલેટમાં રહેતા પારૂલબહેન જાદવનો પુત્ર દેવાંશ(ઉ.વ.૧૬) ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે અને તે આજ વિસ્તારમાં મલ્લિનાથ પ્રભુ સોસાયટીમાં રહેતા રીતેશ અગ્રવાલ નામના ટયુશન શિક્ષક પાસે ભણવા જાય છે. શનિવારે દેવાંશ બાપુનગર ઇન્ડિયા કોલોની ખાતે તેના મિત્રના ત્યાં ટયુશન માટે ગયો હતો, જયાં ટયુશન શિક્ષક રીતેશે વિદ્યાર્થી દેવાંશને તેને આપેલું હોમવર્ક કરી લાવ્યો નહી હોઇ તેને વાળ પકડીને લોખંડના સળિયાથી માર્યો હતો. ટયુશન શિક્ષક રીતેશ અગ્રવાલે વિદ્યાર્થીને ત્રણ ચાર લાફા મારી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ત્યારબાદ સળિયાથી માર મરાયો હતો. બાદમાં વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરી દીધી હતા. જેને પગલે દેવાંશની માતા પારૂલબહેન જાદવે આરોપી ટયુશન શિક્ષક રીતેશ અગ્રવાલ વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગેલ બાપુનગર પોલીસે આરોપી ટયુશન શિક્ષકની ધરપકડ કરી સમગ્ર પ્રકરણની તપાસ એસસીએસટી સેલને સોંપી હતી.

Related posts

આમ આદમી પાર્ટીની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા

editor

વાઇબ્રન્ટ ગુજરાતની વિશેષતાઓ અંગે અગ્રણી સમક્ષ રજૂઆત કરી

aapnugujarat

શરદોત્સવના નામે ખંડણી ઉઘરાવો, જલસા કરો કાંડ :સુરેશ મહેતા સહિતના આગેવાનો દ્વારા આક્ષેપો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1