Aapnu Gujarat
રાષ્ટ્રીય

આખુંય ન્યાયતંત્ર પોકળ થઇ ગયું છે : અરુણ શૌરી

કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરીએ કહ્યું હતું કે આપણા દેશનું ન્યાયતંત્ર એકદમ પોકળ થઇ ગયું છે. જે સુપ્રીમ કોર્ટ પોતાની રક્ષા કરી શકતી નથી એ આમ આદમીની રક્ષા કેવી રીતે કરી શકવાની હતી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણને તેમના કહેવાતા કોર્ટના તિરસ્કાર બદલ સુપ્રીમ કોર્ટ સજા કરવા માગે છે એ વિષયમાં શૌરી બોલી રહ્યા હતા.
અત્રે એ યાદ કરવું ઘટે કે એક સમયે અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને ચેન્નાઇના વરિષ્ઠ પત્રકાર એન રામે પણ સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી હતી કે કોર્ટના તિરસ્કારની જોગવાઇ રદ કેમ ન કરવી. જોકે પાછળથી કોઇ કારણસર આ ત્રણેએ પોતાની એ અરજી પાછી ખેંચી લીધી હતી. અત્રે એ પણ યાદ કરવું જોઇએ કે સુપ્રીમ કોર્ટનાજ એક નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ એક કરતાં વધુ વખત કહ્યું હતું કે દુનિયાભરના દેશોએ કોર્ટના તિરસ્કારની જોગવાઇ રદ કરી છે. આપણે ત્યાં હજુ કેમ આ જોગવાઇ છે એ સમજાતું નથી.અરુણ શૌરીને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે પ્રશાંત ભૂષણની ટ્‌વીટના પગલે લોકોનો સુપ્રીમ કોર્ટ પરનો વિશ્વાસ ડગી જશે અને લોકશાહીના ચાર મુખ્ય સ્તંભમાંનો આ એક સ્તંબ નબળો પડી જશે એવું સુપ્રીમ કોર્ટ કહે છે. આ બાબતમાં તમારો શો અભિપ્રાય છે. આ સવાલના જવાબમાં શૌરીએ કહ્યું, માત્ર બે ટ્‌વીટ ન્યાયતંત્રને કમજોર કરી શકતી હોય એટલી શક્તિ ટ્‌વીટમાં હોય છે ખરી ? એનો અર્થ એ થયો કે ન્યાયતંત્ર જાતે નબળું છે. સુપ્રીમ કોર્ટ પોતાનું રક્ષણ કરી શકતી નથી. એ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ આમ આદમીનું રક્ષણ કેવી રીતે કરશે ? પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટ સજા કરવા માગે છે એ મુદ્દે દેશના ૧૫૦૦ ટોચના વકીલો તથા વિવિધ પક્ષના નેતાઓએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે પ્રશાંત ભૂષણને સજા કરવાનું પગલું મોકૂફ રાખો. એમને સજા કરવાથી નાગરિકોના વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. અગાઉ એકવાર પ્રશાંત ભૂષણે માફી માગી લીધી હતી. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ૨૪ ઑગષ્ટ પહેલાં ભૂષણ માફી માગે એવી શરત મૂકી હતી. પ્રશાંત ભૂષણ હવે માફી માગવાના મૂડમાં નથી.

Related posts

રાજ્યસભામાં બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની ભાજપ સાંસદની માંગ

aapnugujarat

કેરળમાં પૂરમાં લોકોને બચાવનાર માછીમારોને શાંતિ નોબલ આપો : થરુર

aapnugujarat

યુપીમાં ફરી એન્કાઉન્ટરનો દોર, કુખ્યાત શખ્સોમાં ભય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1