Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજ્યસભામાં બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની ભાજપ સાંસદની માંગ

મુંબઇમાં એક કિશોરે બ્લૂ વ્હેલ ગેમના કારણે આત્મહત્યા કર્યા બાદ આ ગેમ હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલો દેશની સંસદ સુધી પહોચી ગયો છે.રાજ્યસભામાં ભાજપના સાંસદ અમરશંકર શાબલેએ આ મામલો ઉઠાવીને દેશમાં બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મુકવાની માગણી કરી હતી. જેના પર અન્ય સાંસદોએ પણ હામી ભરી હતી.ખતરનાક બ્લૂ વ્હેલ ગેમની બાળકો પર થતી વિપરીત અસરનો મામલો રાજ્યસભામાં ઉઠ્યો હતો.
ભાજપના રાજ્યસભાના સાંસદ અમર શંકર શાબલેએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન બ્લૂ વ્હેલ ગેમનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ગેમ ઘણી ખતરનાક છે અને તેના પર પ્રતિબંધ લાગવો જોઇએ.
મુંબઇના કિશોર મનપ્રીતસિંહ સાહનીએ બ્લૂ વ્હેલ ગેમના કારણે આત્મહત્યા કરી હોવાનો મુદ્દો ટાંકતા અમરશંકરે કહ્યું કે મનપ્રીતે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. રશિયામાં આ ગેમના કારણે અત્યાર સુધીમાં ૧૩૦ બાળકો આત્મહત્યા કરી લીધી છે. ત્યારે ભારતમાં પણ આ ગેમ વધુ નુકસાન પહોંચાડે તે પહેલા પગલા ભરવા જોઇએ.અમરશંકરની આ દલીલનું રાજ્યસભા સાંસદોએ સમર્થન કર્યું હતું. મહારાષ્ટ્ર ભાજપના સાંસદ વિકાસ મહાત્મેએ કહ્યું હતું કે માત્ર બ્લૂ વ્હેલ ગેમ જ નહીં પરંતુ ડોટા ગેમમાં પણ લોકો પોતાની જાતને નુકસાન પહોંચાડે છે.સાંસદોની રજૂઆત સાંભળ્યા બાદ ઉપસભાપતિએ કહ્યું હતું કે રમત ગમત પ્રધાનને આ બાબતે જાણકારી આપવી જોઇએ કે જેથી આવા સંવેદનશીલ મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી થઇ શકે. સાંસદોને સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે જે પણ જરૂરી કાર્યવાહી હશે તે કરવામાં આવશે.

Related posts

शोपिया में सुरक्षाबलों ने 2 आतंकि ढेर

aapnugujarat

સંક્રમણ રેટ ૧૦ ટકાથી વધુ હોય ત્યાં લૉકડાઉન અનિવાર્ય : ICMR

editor

राफेल 48 घंटे में पहुंचेंगे भारत

editor

Leave a Comment

UA-96247877-1