Aapnu Gujarat
શિક્ષણ

ધો. ૧૦-૧૨નાં વિદ્યાર્થીઓનાં ઘરે આવી જશે માર્કશીટ

કોરોનાવાયરસનાં વધતા સંક્રમણને પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના પરિણામનાં ગુણ પત્રક, પ્રમાણ પત્ર સ્પીડ પોસ્ટથી બોર્ડ દ્વારા મોકલી આપવામાં આવશે. કોઇ જ વિદ્યાર્થીઓએ કોરોનાની મહામારીના સમયમાં આ પ્રમાણપત્રો લેવા જવું નહીં પડે. વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર માટે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.વિદ્યાર્થીઓએ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકાતનું પ્રમાણ પત્ર કચેરીએ લેવા જવાની જરૂર નહીં પડે. આ પહેલા આ પ્રમાણ પત્રો પોતાની શાળઆમાં જઇને વિદ્યાર્થી રૂબરૂ લાવતા હતા. પરંતુ હાલ કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની સેફ્ટી માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

કોરોના સંક્રમણ ઘટતાં પાંચ રાજ્યોમાં ફરીથી સ્કૂલ કોલેજાે ચાલુ થશે

editor

શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અને નોકરીઓમાં મરાઠા અનામત પર સુપ્રીમે રોક લગાવી

editor

ગુજરાતમાં ૬૦૦ મેડિકલ સીટો ઉમેરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1