Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગાંધીજીનો ઉલ્લેખ કરતાં પ્રશાંત ભૂષણે કહ્યું, દયાની ભીખ નથી માંગતો, સજા માટે તૈયાર

કોર્ટના અનાદરના મામલામાં દોષી પુરવાર થયા બાદ વકીલ પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ફરી એકવાર ઇન્કાર કરી દીધો છે. તેઓએ તેને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. ભૂષણે કહ્યું છે કે તેઓ એ વાતને લઈ હેરાન છે કે જે ફરિયાદના આધારે તેમને દોષી ઠેરવવામાં આવ્યા છે તો તેમને કોર્ટ તરફથી નથી આપવામાં આવી. નોંધનીય છે કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સજાને લઈને સુનાવણી થવાની છે. એવામાં તેમણે ચર્ચાને ટાળવા અને રિવ્યૂ પિટિશન કરવાની તક આપવાની અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. ભૂષણે કહ્યું હતું કે, પુનર્વિચાર અરજી દાખલ થવા અને તેની પર વિચાર થવા સુધી કાર્યવાહી ટાળવામાં આવે.લાઇવ લૉએ તેમનું નિવેદન છાપતા લખ્યું છે કે, મારા ટિ્‌વટમાં એવું કંઈજ નહોતું. આ એક નાગરિક ના રૂપમાં મારા કર્તવ્યનું નિર્વહન કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ હતો. પ્રશાંત ભૂષણે મહાત્મા ગાંધીના એક નિવેદનનો હવાલો આપતા કહ્યું કે, હું દયાની ભીખ નથી માંગી રહ્યો. હું ઉદારતા દર્શાવવાની અપીલ પણ નથી કરતો. કોર્ટે જે ચીજને અપરાધ માની છે હું તેના માટે ખુશી-ખુશી દંડ ભરવા માટે તૈયાર છું.આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર વિશે અપમાનજનક ટિ્‌વટ કરવાને લઇ તેમને અપરાધિક અનાદારના દોષી ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે જનહિતમાં ન્યાયતંત્રના કામગીરીની નિષ્પત ટીકા ન કરી શકાય. આ મામલામાં સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, ટિ્‌વટ ભલે અપ્રિય લાગે, પરંતુ અનાદર નથી. તેઓએ કહ્યું હતું કે, તેઓ ટિ્‌વટ ન્યાયતંત્રની વિરુદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઈને હતું અને તે ન્યાય પ્રશાસનમાં અડચણ ઉત્પન્ન નથી કરતું. કોર્ટે આ મામલામાં પ્રશાંત ભૂષણને ૨૨ જુલાઇએ કારણ દર્શાવો નોટિસ જાહેર કરી હતી.પ્રશાંત ભૂષણ ન્યાયતંત્ર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પહેલા પણ સવાલ ઉઠાવતા રહ્યા છે. હાલના દિવસોમાં કોરોના દરમિયાન લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં બીજા રાજ્યોથી પલાયન કરનારા પ્રવાસી શ્રમિકોને લઈને પણ સુપ્રીમ કોર્ટના વલણની ટીકા કરી હતી. આવી જ રીતે ભીમા કોરેગાંવ કેસના આરોપી વરવર રાવ અને સુધા ભારદ્વાજ જેવા જેલમાં કેદ નાગરિક અધિકારો માટે સંઘર્ષ કરી રહેલા કાર્યકર્તાઓની સાથે થઈ રહેલા વ્યવહાર વિશે નિવેદન પણ આપ્યા હતા.

Related posts

न्यूक्लियर मिसाइलों को अब ट्रैक कर सकेगा भारत

aapnugujarat

કુંભમેળાથી પાછા ફરનારા કોવિડ વધુ ફેલાવશે : સંજય રાઉત

editor

भारत पर प्रदूषित हवा का बड़ा खतरा : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1