Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જ્યંતિ ઉજવાઈ

૨૧મી સદીના સ્વપ્નદૃષ્ટા, આધુનિક યુગના તેમજ કોમ્પ્યુટર યુગ ના પ્રણેતા દેશનું વિકાસ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જ્યંતિ નિમિત્તે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ઠેરઠેર કાર્યક્રમો કરી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની દેશ સેવાઓને યાદ કરી શ્રદ્ધાસુમન વ્યક્ત કરવામાં આવ્યાં હતાં. ઘણી જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શહેરા તાલુકામાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, શહેરા તાલુકા પ્રમુખ એ.પી. પટેલ, દુષ્યંતસિંહ ચૌહાણ, તખતસિંહ સોલંકી, રંગીતસિંહ પગી, પી.કે. ચૌહાણ, નટુ કાકા, જે.પી. સોલંકી, ગુણવંતભાઈ. સાજીદ વલી, રાજેશ હરિયલ, આબિદ શેખ સદ્દામ કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અમદાવાદમાં માલધારીઓ દાણીલીમડા ઢોરવાડાની બહાર ઊમટી પડતા ચક્કાજામ

aapnugujarat

સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણ – ૨૦૨૦ વોલ પેઈન્ટિંગ કોમ્પિટિશન

aapnugujarat

ड्रग्स केस में दिल्ली और मुंबई टीम की भी सहायता ली गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1