Aapnu Gujarat
ટેકનોલોજી

દુનિયાભરમાં અમારી પોલિસી એક સમાન : ફેસબુક

અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર ફેસબૂક પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હેટ સ્પીચને નજરઅંદાજ કરવાના આરોપ લગાવ્યા બાદ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની દિગ્ગજ કંપની ફેસબૂકે પોતાના તરફથી સ્પષ્ટતા રજૂ કરી છે. ફેસબૂકે પોતાના સ્પષ્ટિકરણમાં કહ્યું કે, તેમની પોલિસી કોઈ પાર્ટીને ધ્યાનમાં રાખીને કામ નથી કરતી. કંપની પોતાની પોલિસી કોઈ પાર્ટી કે રાજકારણને ધ્યાનમાં રાખ્યા વગર લાગુ કરે છે.
ફેસબૂક કંપનીની પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે, અમે હેટ સ્પીચ અને હિંસા ભડકાવનારા કન્ટેન્ટ પર રોક લગાવીએ છીએ અને અમે અમારી પોલિસી કોઈ પાર્ટી, રાજનૈતિક સંબંધ અથવા તો હોદ્દાને ધ્યનમાં રાખ્યા વગર જ લાગુ કરીએ છીએ. અમે જાણીએ છીએ કે અમારે હજી ઘણું બધું કરવાનું છે પરંતુ અમે આ નીતિઓ લાગુ કરવા અને અમારા પ્રયત્નોનું નિયમિત મૂલ્યાંકન કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેથી નિષ્પક્ષતા અને ચોકસાઈ જળવાઈ રહે.
નોંધનીય છે કે ’વોલ સ્ટ્રીટ જર્નલ’માં છપાયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ફેસબૂક ભારતમાં સત્તાધારી પ્રીટ ભાજપાના નેતાઓ અને કાર્યકર્તાઓની હેટ સ્પીચ અને આપત્તિજનક સમાગ્રીને જાણી જોઈને નજરઅંદાજ કરવાની નીતિ અપનાવી રહ્યું છે. લેખમાં ફેસબૂકના એક અધિકારીના અહેવાલ પરથી કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નજરઅંદાજ કરવાથી ભારતમાં ફેસબૂક કંપનીના ધંધા પર અસર પડશે.

Related posts

વિન્ડોઝ સ્માર્ટફોનમાં નહીં ચાલે વૉટ્‌સએપ

aapnugujarat

Nearly 5.4 million fake accounts removed by Facebook

aapnugujarat

भारत में टिक-टॉक पर बैन के बाद चीनी कंपनी को 45000 cr का नुकसान

editor

Leave a Comment

UA-96247877-1