Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાપાન આર્થિક મંદીની ઝપેટમાં

બ્રિટન પછી હવે જાપાન પણ કોરોના સંક્રમણના કારણે ખરાબ રીતે આર્થિક મંદીનો શિકાર બન્યું છે. જાપાનની અર્થવ્યવસ્થા જ આ નાણાંકીય વર્ષમાં બીજી વાર લથડી પડી છે. એપ્રિલ-જૂન ક્વાટરમાં જાપાનની જીડીપીનો વાર્ષિક દર ૨૭.૮ ઘટ્યો છે. જાપાનમાં ૧૯૮૦ના પછી જીડીપીમાં આ સૌથી મોટો ઘટાડો છે. સ્થિતિ તેવી કથળી ગઇ છે કે જાપાનમાં લોકોની પાસે મહામારીના કારણે ખર્ચો કરવા માટે પૈસા પણ નથી રહ્યા.
જાપાનમાં આર્થિક ક્ષેત્રે સ્થિતિ વણસતા મેના અંતમાં જ લોકડાઉન હટાવાની શરૂઆત કરી હતી. જેથી ફરીથી અર્થવ્યવસ્થાને પટરી પર લાવી શકાય. પણ અનેક વિશેષજ્ઞોનું માનવું છે કે જુલાઇ સપ્ટેમ્બર ક્વાટરમાં લોકો કોરોના વાયરસના નવા કેસ સામે આવતા સમજી વિચારીને વસ્તુઓ ખર્ચ કરતા થઇ ગયા હતા. જાપાનમાં આ ત્રીજી વાર અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળ્યો છે. અનુમાન લગાવાય છે કે જીડીપી ૨૭.૨ ટકા સુધી પડી છે. તેવું પણ કહેવાય છે કે સરકારે સોમવારે જે ડેટા જાહેર કર્યો છે, ખરેખરમાં સ્થિતિ તેનાથી પણ ખરાબ છે.
જાણકારોએ અનુમાન લગાવ્યું છે કે વ્યક્તિગત ખપતમાં ૭.૧ ટકાનો ઘટાડો નોંધાવી શકે છે. પણ આ ઘટાડો આનાથી વધુ રહી અને તે અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી વધુ રહી. ત્યાં જ પૂંજીગત વ્યયમાં ૧.૫ ટકાનો ઘટાડો આવ્યો. જ્યારે અનુમાન ૪.૨ ટકાના ઘટાડાનો લગાવવામાં આવતો હતો. બહારી માંગ અને આયાતની વચ્ચે પણ અંતર ઓછું થયું છે. આજ કારણે જાપાનમાં જીડીપીમાં ૩ ટકાનો ઘટાડો આવ્યા છે.

Related posts

ઉત્તર કોરિયાના હાઇડ્રોજન બોંબના પરીક્ષણથી વિશ્વ ચિંતિત

aapnugujarat

उ. कोरिया ने छोटी दूरी की दो बैलिस्टिक मिसाइलें दागीं : द. कोरिया

aapnugujarat

गिलगित-बाल्टिस्तान की जनता के आगे इमरान सरकार ने टेके घुटने

editor

Leave a Comment

UA-96247877-1