Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઉત્તર કોરિયાના હાઇડ્રોજન બોંબના પરીક્ષણથી વિશ્વ ચિંતિત

ઉત્તર કોરિયાએ છઠ્ઠુ પરમાણું પરીક્ષણ કરીને વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. હાઈડ્રોજન બોંબની જાહેરાત બાદ ઉત્તર કોરિયા દ્વારા છઠ્ઠા પરમાણુ પરીક્ષણને લઇને વિશ્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર કોરિયાએ પશ્ચિમી દેશોની ચિંતાની અવગણના કરીને આજે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. લાંબા અંતરની મિસાઇલોમાં લોડ કરી શકાય તેવા શક્તિશાળા હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કરાયું છે. વિશ્વના દેશો આગામી દિવસોમાં કેવા પગલા લે છે તેના ઉપર હવે દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ પરમાણુ પરીક્ષણ ઉત્તર કોરિયાના હાઈડ્રોજન બોંબ વિકસિત કરી લેવાના દાવાના કલાકો બાદ જ કરવામાં આવ્યું હતું. અમેરિકાએ ઉત્તર કોરિયાના સુંગજીબાયગામ ક્ષેત્રથી ૨૪ કિલોમીટરના અંતરે ઉત્તર પૂર્વની તરફ ૫.૧ના મેગ્નેટ્યુટ દ્વારા બ્લાસ્ટને રેકોર્ડ કરીને માહિતી આપી છે. કોરિયા મિટર લોજીકલ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે, ઉત્તરીય હેમગ્યેઓંગ પ્રાંતમાં સ્થાનિક સમય મુજબ ૧૨.૩૦ વાગે પરીક્ષણના કારણે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે, ઉત્તર કોરિયાએ અતિ આધુનિક પરમાણુ હથિયાર વિકસિત કરી લીધા છે જેને બેલાસ્ટિક મિસાઇલ સાથે જોડી શકાય છે. ઉત્તર કોરિયાની સમાચાર સંસ્થાએ કહ્યું છે કે, કિંગજોંગના કેટલાક ફોટાઓ જારી કરવામાં આવ્યા છે જેમાં કિંગજોંગ નવા હાઇડ્રોજન બોંબનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ફોટામાં કાળા શૂટમાં કિંગજોંગ એક બોંબ જેવી વસ્તુને નિહાળી રહ્યા છે. સમાચાર સંસ્થાએ કહ્યું છે કે, કિંગ જોંગે એવા વૈજ્ઞાનિકો સાથે ન્યુક્લિયર હથિયારો સાથે સંબંધિત સંસ્થાની મુલાકાત લીધી હતી. સાથે સાથે પરમાણુ હથિયારોને લઇને માર્ગદર્શન પણ આપ્યું હતું. અતિઆધુનિક અને શક્તિશાળી વિસ્ફોટક શક્તિ સાથે થર્મોન્યુક્લિયર હથિયાર તૈયાર કરાયું છે. હાઇડ્રોજન બોંબના તમામ ૧૦૦ ટકા સાધનો સ્વદેશી છે. ઉત્તર કોરિયાએ જુલાઈમાં બે સફળ પરીક્ષણ કર્યા હતા. અમેરિકાના મુખ્ય તમામ વિસ્તારો સુધી હથિયારો ત્રાટકી શકે છે. કોરિયાના આ પરીક્ષણથી તંગદિલી ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગઈ છે.

Related posts

યુપીમાં ખાંડ મિલ કૌભાંડમાં સીબીઆઈ તપાસ શરૂ : માયાવતીની મુશ્કેલી વધી

aapnugujarat

મોદીએ મનમોહનસિંહ કરતાં વધુ વિદેશ યાત્રા કરી : રિપોર્ટ

aapnugujarat

ભૂમિ અધિગ્રહણ વગર કોઇ નવી યોજના શરૂ કરાશે નહીં : રેલવે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1