Aapnu Gujarat
ટેકનોલોજી

વિન્ડોઝ સ્માર્ટફોનમાં નહીં ચાલે વૉટ્‌સએપ

વૉટ્‌સએપે આ વર્ષે ૧ જુલાઈથી વિન્ડોઝ ફોનમાં અપડેટ્‌સ આપવાનું બંધ કર્યું હતું.કેટલાક વૉટ્‌સએપ યૂઝર્સ માટે ખરાબ સમાચાર છે. યૂઝર્સોની સૌથી પસંદની એપ્લિકેશન બે દિવસ બાદ કેટલાક સ્માર્ટફોનમાં બંધ થઈ જશે.
વૉટ્‌સએપે તે ફોન્સ વિશે માહિતી આપી છે જેમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ પછી વૉટ્‌સએપ ચાલશે નહીં. વૉટ્‌સએપે તેના બ્લોગમાં લખ્યું છે કે વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ ફોનનો ઉપયોગ કરનારા યૂઝર્સ આ વર્ષથી વૉટ્‌સએપનો ઉપયોગ કરી શકશે નહીં.
થોડા સમય પહેલા વૉટ્‌સએપએ કહ્યું હતું કે જો વિન્ડોઝ ફોન યૂઝર્સ કોઈ વિક્ષેપ વગર મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માંગે છે, તો આ માટે તેઓએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ પહેલા નવો ફોન ખરીદવો પડશે. એટલે કે ૩૧ ડિસેમ્બરથી, વૉટ્‌સએપ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું બંધ કરશે.વૉટ્‌સએપે ટેકો આપવા પર પણ કહ્યું કે તે આવું કરવા માટે તેનું ધ્યાન આગામી સાત વર્ષ પર રહે છે. તો તેનું ધ્યાન તે મોબાઈલ ફોન્સ પર છે, જે વધુને વધુ લોકો વાપરી રહ્યા છે.વૉટ્‌સએપ તેના આઇઓએસ યૂઝર્સ માટે નવું બીટા અપડેટ ૨.૨૦.૧૦.૨૩ લાવ્યું છે.આ બીટા અપડેટમાં તમામ સુવિધાઓ આગામી સત્તાવાર અપડેટમાં ઍપલના એપ સ્ટોરમાં ઉપલબ્ધ હશે. મળતી માહિતી મુજબ વૉટ્‌સએપ હેપ્ટિક ટચ, લો ડેટા મોડ અને કોન્ટેક્ટ એકીકરણ જેવી સુવિધા લાવવાની તૈયારીમાં છે.

Related posts

यूट्यूब ने डोनल्ड ट्रंप के चैनल को किया बैन

editor

जम्मू-कश्मीर-लेह को चीन का हिस्सा दिखाने पर केंद्र ने ट्विटर को दी चेतावनी

editor

ભારતમાં સૌથી ખરાબ દિવસો આવવાના હજુ બાકી : સુંદર પિચાઇ

editor

Leave a Comment

UA-96247877-1