Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હી, પંજાબ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશમાં કોલ્ડ વેવ

દેશનો ઉત્તર અને પૂર્વ ભાગ ઠંડીના કારણે થથરી રહ્યો છે. રવિવારે -૨૮ સેલ્સિયસ તાપમાન સાથે દ્રાસ દેશનો સૌથી ઠંડો ભાગ રહ્યો છે. પંજાબ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાનમાં પણ થથરાવી દે તેવી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ૧૦૦ વર્ષ બાદ ડિસેમ્બર સૌથી ઠંડો મહિનો છે અને અહીંના હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશના ૧૦ શહેરોમાં સામાન્ય તાપમાન ૫ સેલ્સિયસ નીચે રહ્યું છે. લેહમાં તાપમાન ઘટવાના કારણે સિંધુ નદી જામી ગઈ છે.
રવિવારની સવારે દિલ્હીમાં સામાન્ય પારો ૩ સેલ્સિયસ રહ્યો હતો. જયપુરમાં તાપમાન ૩.૪ સેલ્સિયસ, ભોપાલ અને પટનામાં ૭ સેલ્સિયસ, રાંચીમાં ૬ સેલ્સિયસ નોંધાયું છે. ઘણી જગ્યાએ ખેતરો અને વાહનો પર બરફ જામી ગયો છે તો ઘણા શહેરોમાં સીવિયર કોલ્ડ ડે જાહેર કરી દેવાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ૧ અને ૨ જાન્યુઆરીના રોજ બરફવર્ષા થશે, જેનાથી ઠંડી વધશે.જયપુરમાં ગત રાતે પારો ૩.૪ સેલ્સિયસ ઘટ્યો હતો. છેલ્લા દસ વર્ષની સૌથી ઠંડી રાત હતી. દિવસનું તાપમાન ૨૦.૩ સેલ્સિયસ રહેવાના કારણે ઠંડીથી રાહત મળી, પણ સાંજ પડતાની સાથે જ વધી ગઈ હતી. સીકરના ફતેહપુરમાં ગત રાતે પારો -૪સેલ્સિયલથી વધીને ૦ સેલ્સિયસ પર આવી ગયો હતો. સાથે જ માઉન્ટ આબુમાં પારો -૧.૫ સેલ્સિયલથી -૦.૩ સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. જોબનેરમાં પારો -૧ સેલ્સિયલ નોંધાયો હતો.ભોપાલમાં રવિવારે સવારનું સામાન્ય તાપમાન ૭ સેલ્સિયસ નોંધાયું છે. જે શનિવારની તુલનામાં ૫.૩સેલ્સિયસ વધારે છે, પણ ઠંડી સતત ચાલું જ છે. રાજ્યના ૧૦ શહેરમાં સામાન્ય પારો ૫ સેલ્સિયસ નીચે રહ્યું હતું. ઉજ્જૈન, રીવા, સાગર, ગ્વાલિયર અને ચંબલમાં સીવિયર કોલ્ડ ડે જાહેર કરી દેવાયું છે. ઘણી જગ્યાઓએ શાળામાં રજા જાહેર કરી દેવાઈ છે, તો ઘણી જગ્યાએ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.શનિવારે બરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. અહીંનું મહત્તમ તાપમાન ૮.૩ સેલ્સિયસ અને સામાન્ય તાપમાન ૩.૧ સેલ્સિયસ નોંધાયું હતું. બુલંદશહર, બાગપત, બિજનૌર, હાપુડમાં તાપમાન ૩ સેલ્સિયસ નોંધાયું છે. સાથે જ મથુરામાં ૨ સેલ્સિયસ સીતાપુર, બહરાઈચ, અમેઠી, આંબેડકરનગરમાં ૪ સેલ્સિયસ નોંધાયું હતું. પ્રયાગરાજમાં સામાન્ય તાપમાન ૨.૯ સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. ગોરખપુરમાં શનિવારે દિવસનું સૌથી ઠંડુ તાપમાન રહ્યું હતું, અહીંયા સામાન્ય તાપમાન ૫.૩ સેલ્સિયસ નોંધાયું હતું.શ્રીનગરમાં તાપમાન -૬.૨ સેલ્સિયસ નોંધાયું છે. લદ્દાખના લેહમાં ઠંડીના કારણે સિંધુ નદી જામી ગઈ છે. સાથે જ દ્રાસમાં તાપમાન ઘટીને -૨૮ સેલ્સિયસે પહોંચી ગયું છે. આ ઉપરાંત ઘાટીના પહાડી વિસ્તારોમાં સામાન્ય તાપમાનમાં પણ ઘટાડો થયો છે. હજુ પણ હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.દિલ્હીમાં રવિવારની સવારે સામાન્ય તાપમાન ૩ સેલ્સિયસ નોંધાયું હતું. જો કે તે શનિવારના ૧.૭ સેલ્સિયસ કરતા સારું હતું, પણ અહીંયા હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. સાથે જ છેલ્લા ૧૦૦ વર્ષમાં ડિસેમ્બર સૌથી ઠંડો મહિનો નોંધાયો છે.
ડિસેમ્બરની શરૂઆતથી અત્યાર સુધી ૭ સીવિયર કોલ્ડ ડે અને ૮ કોલ્ડ ડે નો રેકોર્ડ બની ચુક્યો છે. શનિવારે બઠિંડા સૌથી ઠંડુ રહ્યું હતું. અહીંયા સામાન્ય પારો ૩ સેલ્સિયસ નોંધાયો હતો. છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલી કોલ્ડવેવ બાદ શનિવારે ૧૧માં દિવસે થોડી વાર માટે તડકો નીકળ્યો હતો. રાજ્યના ઘણા શહેરોમાં શિમલા અને મનાલી કરતા પણ વધારે ઠંડી રહી હતી.લાહોલ-સ્પીતિમાં તાપમાન -૩૦ સેલ્સિયસ રહ્યું હતું. કેલાંગમાં -૧૨ સેલ્સિયસ, કલ્પામાં -૧.૮ સેલ્સિયસમાં -૨ સેલ્સિયસ , કુફરીમાં -૧ સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે ૭૨ કલાક બાદ હિમવર્ષા અને વરસાદની શક્યતાઓ છે.પટના સહિત ૩૮ જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા સતત ઠંડી હવાના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ગયામાં ૫.૩ સેલ્સિયસ તાપમાન સાથે રાતે ભારે પવન ફુંકાઈ રહ્યો છે.શનિવારે અંબિકાપુર સૌથી ઠંડુ રહ્યું હતું. અહીંયા તાપમાન ૪.૧ સેલ્સિયસ નોંધાયું હતું. ૧૫ જિલ્લામાં આગામી ૪૮ કલાકમાં ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે.

Related posts

धारा 370 को हटा कर सरदार पटेल के सपने को पूरा किया : अमित शाह

aapnugujarat

राहुल के पूर्वज खुद को गलती से हिंदू बताते थे : आदित्यनाथ

aapnugujarat

राहुल गांधी जैसे नेता राजनीति में कम ही देखने को मिलते हैं : अधीर रंजन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1