Aapnu Gujarat
બિઝનેસ

૧ સપ્ટેમ્બરથી સ્પાઇટ જેટ ભારત-બ્રિટન વચ્ચે ફ્લાઇટ શરૂ કરશે

હવે ભારતીયો અમેરિકા, બ્રિટન, કેનેડા અને યુએઇનો પ્રવાસ કરી શકશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આ જાણકારી આપી હતી. આ દેશોમાંથી લોકો ભારત પણ આવી શકશે. તેના માટે દરેક દેશ સાથે એર બબલ એગ્રીમેન્ટ કરવામા આવ્યા છે. પ્રવાસ માટે માન્ય પાસપોર્ટ જરૂરી રહેશે. મોટાભાગની ફ્લાઇટ સરકારી એરલાઇન્સ મતલબ કે નેશનલ કેરિયર ઓપરેટ કરશે. સ્પાઈસજેટને ભારતથી બ્રિટન વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. કંપની ૧ સપ્ટેમ્બરથી લંડનની ફ્લાઈટ શરૂ કરશે. સ્પાઈસજેટને લંડનના હિથ્રો એરપોર્ટ પર સ્લોટ મળ્યો છે.
યુરોપિયન યુનિયને મહામારી શરૂ થયા પછી ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. તે અંતર્ગત માત્ર જરૂરી વીઝા (એસેન્શિયલ વીઝા હોલ્ડર્સ)ને જ પ્રવાસની મંજૂરી આપવામા આવી હતી.
સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપસિંહ પુરીએ અમુક દિવસો પહેલા કહ્યું હતું કે ભારત વધુમાં વધુ દેશો સાથે એર બબલ એગ્રીમેન્ટ કરવા માગે છે. તે અંગે ઘણા દેશો સાથે વાતચીત પણ ચાલી રહી છે. ભારતે માત્ર ખાસ વીઝા હોલ્ડર્સને જ દેશમાં આવવાની મંજૂરી આપી છે. મતલબ દરેક પ્રકારના વીઝા હોલ્ડર ભારત નહીં આવી શકે. એસેન્શિયલ વીઝા હોલ્ડર્સને ગૃહ મંત્રાલય મંજૂરી આપે છે.

Related posts

साइरस मिस्त्री पर NCALT के आदेश के खिलाफ टाटा संस ने SC में की अपील

aapnugujarat

શેરબજારમાં એકદમ કડાકો

editor

જીએસટીમાં ૧ એપ્રિલથી એક પાનાનું સરળ ફોર્મ અમલી બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1