Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુએનના વડાએ ઈઝરાયલ અને યુએઈ વચ્ચેના કરારને આવકાર્યો

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સચિવ જનરલ એન્ટોનિયો ગુટરેસે ઈઝરાયેલ અને યુએઈ વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી જોડાણ માટેના ઐતિહાસિક કરારને આવકાર્યો છે. આ કરાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના નેતાઓને અર્થપૂર્ણ વાટાઘાટ તરફ દોરી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમજ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનના સંયુક્ત નિવેદન દ્વારા ઈઝરાયલનું પશ્ચિમ છેડાના કબજા હેઠળના ભાગોને જોડવાની યોજનાને રદ કરાવાનું પગલું આવકાર્ય છે અને યુએન સેક્રેટરી જનરલ હંમેશા આ માટે તરફેણ કરતા રહ્યા હોવાનું યુએનના પ્રવક્તાએ જણાવ્યું હતું.આ નિર્ણય યુએનના ઠરાવના સંલગ્ન છે અને અર્થપૂર્ણ છે. આ ઉપરાંત આંતરાષ્ટ્રિય કાયદા તેમજ દ્વીપક્ષી કરારોને સંબંધિત હોવાનું યુએનના સેક્રેટરી જનરલે એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી વચ્ચે મધ્ય પૂર્વમાં શાંતિ માટેનો આ ઐતિહાસિક કરાર હિતાવહ છે.શાંતિ અને સ્થિરતા માટે ભવિષ્યમાં યુએસ સેક્રેટરી જનરલ તમામ પક્ષો સાથે વાટાઘાટ કરવા દરવાજા ખુલ્લા રાખશે તેમજ આ કરારથી અલગ પેલેસ્ટાઈન રાજ્ય અને દ્વી-રાજ્યની સંભાવના પર સમાધાન માટે પૂર્ણવિરામ મુકાશે. આ સાથે જ યુએઈ પ્રથમ અખાતી દેશ બન્યો તેમજ આરબ સમૂહનો ત્રીજો એવો દેશ બન્યો જેણે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો વિકસાવવા પહેલ કરી હોય.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ બ્રીફિંગમાં આ અંગે જણાવ્યું હતું કે તેમના બે સારા મિત્રો ઈઝરાયલ અને યુએઈએ રાજદ્વારી સંબંધો માટે ઐતિહાસિક કરાર કરવા સહમતિ દર્શાવી છે અને આગામી થોડા દિવસોમાં વ્હાઈટ હાઉસમાં આ કરાર પર હસ્તાક્ષર થશે.યુએઈ અગાઉ જોર્ડન અને ઈજિપ્ત બે જ એવા અરબી રાજ્યો છે જે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે.

Related posts

ताइवान में 5.9 तीव्रता का भूकंप

aapnugujarat

मैनचेस्टर में गांधी की मूर्ति लगाए जाने का विरोध

aapnugujarat

चिली में प्रदर्शन, 20 की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1