Aapnu Gujarat
ગુજરાત

મીની કાશ્મીર જાંબુઘોડામાં ૬ ઈંચ વરસાદ

રાજ્યના મીની કાશ્મીર ગણાતા જાંબુઘોડા તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થવા પામી છે. નદીનાળાઓ પાણીથી છલકાઈ ગયા છે. જાંબુઘોડા પાસેથી પસાર થતી સુખી નદી બે કાંઠે જોવા મળી રહી છે. નદીમાં નવા નીર આવતા જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી લોકોને થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં સમયથી વરસાદ હાથતાળી આપીને જતો રહેતો હતો પણ આજે વરસાદની હેલી થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

निजी पार्टीप्लोट में म्युनि का कार्यक्रम रखने पर विपक्ष द्वारा मेयर-कमिशनर के विरूद्ध नारेबाजी की गई

aapnugujarat

બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવાની તૈયારી

editor

ભાવનગર માંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1