Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટી સામેના વિરોધમાં દેશવ્યાપી હડતાળની તૈયારી

ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે તેમના દ્વારા આપવામાં આવતી સર્વિસ અથવા તો જોબ વર્ક ઉપર પાંચ ટકા જીએસટી સામેના વિરોધમાં કાપડ વેપારીઓ ૨૭મી જૂનથી ત્રણ દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરવા જઇ રહ્યા છે. સરકાર ઉપર દબાણ લાવવાનો મુખ્ય હેતુ રહેલો છે. અમદાવાદ, સુરત અને જયપુરથી હજારો કાપડના વેપારીઓ અને કારોબારીઓએ ૨૭મીથી ૨૯મી જૂન વચ્ચે કારોબારને બંધ રાખવાનો નિર્ણય કર્યોછે જેના પરિણામ સ્વરુપે સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ ઠપ થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મુંબઈ, કોલકાતા અને અન્ય મોટા કાપડના કારોબારીઓ અને વેપારી સેન્ટરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને તેમના કારોબારને બંધ રાખે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં હોલસેલર્સ, ટ્રેડર્સ, આંગડિયા, ટ્રાન્સપોર્ટરો, કુરિયર કંપનીઓ પણ જોડાય તેવા સંકેત છે. આ તમામ કાપડના ડિલિવરી જેવા કામો સાથે મુખ્યરીતે જોડાયેલા છે. મળેલી માહિતી મુજબ કાપડ સાથે જોડાયેલા વેપારીઓ અને કારોબારીઓ જીએસટીમાંથી એક વર્ષ માટે મુક્તિની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેક્સને લઇને પુરતી ટ્રેનિંગ આપવા તથા કરવેરા અંગે પુરતા માર્ગદર્શનને લઇને હેલ્થ-નંબરની માંગ કરી રહ્યા છે. યાર્ન કારોબારીઓ ઉપરાંત અન્યો પણ વિરોધ કરી રહ્યા છે. યાર્ન સિવાય હાલમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં ટેક્સની ચુકવણી કરવામાં આવતી નથી. ૭૫ ટકા કારોબાર રોકડમાં અને બાકીનો કારોબાર પેમેન્ટના ચેક અને અન્ય મોડલ મારફતે થાય છે. રસપ્રદ બાબત એ છે કે, ડાઉન સ્ટ્રીમ ટેક્સટાઇલ વેલ્યુ ચેન લોંગ પિરિયડ ક્રેડિટ ઉપર કામ કરે છે. પારસ્પરિક વિશ્વાસ અને મંજુરી ઉપર કારોબાર ચાલે છે. સરકારની દરમિયાનગીરી વગર વર્ષોથી આ પ્રકારની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સ્થિત કારોબારીઓના લોકોનું કહેવું છે કે, મજબૂતરીતે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવનાર છે. મસ્કતી ક્લોથ માર્કેટ એસોસિએશનના પ્રમુખ ગૌરાંગ રામપ્રસાદ ભગતનું કહેવું છે કે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના હિસ્સારુપે રહેલા હોલસેલર્સ, કારોબારીઓ, આંગડિયાઅઓ, ટ્રાન્સપોર્ટર્સ, કુરિયર કંપનીઓને જીએસટી મુક્તિ મળે તે જરૂરી છે. ભગત કહ્યું છે કે, આ હડતાળ વ્યાપક વિચારણા બાદ પાડવામાં આવી રહી છે.
હડતાળ મર્યાદિત હોવા છતાં સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર તેની અસર થશે. કારણ કે કારોબારીઓ કોટનથી યાર્ન, ફેબ્રીક્સ અને ક્લોથમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. ત્રણ દિવસની હડતાળ દરમિયાન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને નુકસાન કરોડનું પહોંચશે. જો સરકાર ક્લોથમર્ચન્ટ ઉપર જીએસટીને પરત ખેંચશે નહીં તો ત્રણ દિવસની હડતાળને મોડેથી લંબાવવામાં આવશે. ક્રેડિટના મામલામાં કેટલાક વાંધાઓ રહેલા છે. બીજી બાજુ ઓર્ગેનાઇઝ્‌ડ લોકો દ્વારા કાપડ વેપારીઓની હડતાળને ટેકો નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ક્લોથિંગ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ રાહુલ મહેતાનું કહેવું છે કે, જીએસટી અમલી બને તેમ અમે ઇચ્છીએ છીએ જેથી હડતાળને ટેકો આપશે નહીં.

Related posts

ભાજપના ઈશારે ઈલેકશન કમિશને મમતા પર મૂક્યો પ્રતિબંધ : શિવસેના

editor

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : PM MODI

editor

૨૦૦ની નોટ એટીએમમાં ત્રણ મહિના બાદ ઉપલબ્ધ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1