Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમેરિકામાં ૨,૦૬,૬૯૮ ભારતીય વિદ્યાર્થી રહેલા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ચુક્યા છે ત્યારે ટ્રમ્પ સાથે થનારી વાતચીત ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ચુકી છે. આ અમેરિકાની યાત્રા દરમિયાન મોદીની રાજદ્વારી અને રાજકીય મોરચે કુશળતાની કસોટી થનાર છે. અમેરિકાનું મહત્વ હંમેશા ભારત માટે રહ્યું છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો ૮૪ ટકા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્ટેમ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ)માં અભ્યાસ કરે છે. અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થોની સંખ્યા જૂન ૨૦૧૭ના આંકડા મુજબ ૨૦૬૬૯૮ જેટલી છે. જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા અમેરિકામાં યોગદાન પાંચ અબજ ડોલરનું રહ્યું છે. અમેરિકામાં રહેતા ભારતીયો દ્વારા ૧૧ અબજ ડોલરની રકમ ભારતમાં મોકલવામાં આવી છે જ્યારે ભારતથી અમેરિકા મોકલવામાં આવેલી રકમનો આંકડો ૬૦ લાખ ડોલરની આસપાસનો છે. ભારત અમેરિકા વચ્ચે વિઝાને લઇને પણ એક પ્રશ્ન જટિલ છે. બંને દેશો વચ્ચે વેપારનો આંકડો વાર્ષિક ૧૧૫ અબજ ડોલરનો છે. અમેરિકામાં હાલમાં આશરે ૧૦૦૦૦૦થી પણ વધુ આઈટી પ્રોફેશનલો કામ કરી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા એચ૧બી વિઝાની શરતોને વધુ કઠોર બનાવી હતી જેના પરિણામ સ્વરુપે ભારતીય કંપનીઓ હચમચી ઉઠી હતી. સાથે સાથે એચ-૧બી વિઝાની સંખ્યા ઘટાડવાની પણ જાહેરાત કરી હતી. વૈશ્વિક મહાશક્તિ સાથે આગળ વધવાની બાબત મોદી માટે પડકારરુપ બની શકે છે. છેલ્લા ૨૫ વર્ષથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે.
રોકાણના મામલામાં તથા રોજગારીના મામલામાં ભારતીયો આગળ રહ્યા છે. અમેરિકામાં ૫૧૦૦૦થી વધુ અમેરિકીઓને ભારતીયો દ્વારા નોકરી આપવામાં આવી છે જ્યારે અમેરિકામાં મૂડીરોકાણના મામલામાં ભારત ચોથા સ્થાને છે. ૫૦ અમેરિકી રાજ્યોમાં ભારતીય કંપનીઓ સક્રિય છે. ૪૪૩૦ લાખ ડોલર ભારતીય એફડીઆઈ સરેરાશ અમેરિકાના દરેક રાજ્યમાં છે અમેરિકાના ૩૫ રાજ્યોમાં ૧૫ અબજ ડોલરનું ભારતીય રોકાણ રહેલું છે.

Related posts

कर्नाटक संकट : CM के विश्वास मत की घोषणा के बाद तीनों दलों की घेराबंदी

aapnugujarat

370 का तनावः पाक के स्वतंत्रता दिवस पर नहीं हुआ मिठाई का आदान-प्रदान

aapnugujarat

બિહારમાં મહાગઠબંધનની જાહેરાત : કુશવાહ ઇન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1