Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી અમેરિકામાં : આજે ટ્રમ્પ સાથે ચર્ચા પર તમામની નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની પોતાની ઐતિહાસિક યાત્રાના પ્રથમ તબક્કામાં પોર્ટુગલના સમકક્ષ સાથે વાતચીત કર્યા બાદ હવે અમેરિકા પહોંચી ગયા છે. અમેરિકા પહોંચી ગયા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને મળવા માટે ભારતીય સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા. હવે આવતીકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોદી વાતચીત કરનાર છે. વન ટુ વન મિટિંગ ઉપરાંત ડિનર બેઠક પણ યોજાશે. મોદી ટ્રમ્પ કાર્ડ ફેંકવા માટે સજ્જ થઇ ચુક્યા છે. બરાક ઓબામા વહીવટીતંત્ર બાદ અમેરિકામાં સમીકરણો બદલાઈ ચુક્યા છે અને બદલાઈ ગયેલા સમીકરણો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોદીની વાતચીત ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત ઉપરાંત મોદી દિગ્ગજ અમેરિકી કંપનીઓના સીઈઓને મળશે. જેમાં એપલ, માઇક્રોસોફ્ટ, ગુગલ, કેટરપીલરનો સમાવેશ થાય છે. ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધન કરશે. કાર્યક્રમ મુજબ મોદી વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત નવતેજ શર્મા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આવતીકાલે સોમવારના દિવસે ટ્રમ્પ સાથે વાતચીત થશે. આ વાતચીત ઉપર વિશ્વના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ત્યારબાદ ૨૭મી જૂનના દિવસે મોદી નેધરલેન્ડ જવા રવાના થશે. અમેરિકા પહોંચતા પહેલા મોદીએ પોતાના ફેસબુક વોલ ઉપર એક પોસ્ટ શેયર કરીને માહિતી આપી હતી જેમાં લખ્યું છે કે, ટ્રમ્પના આમંત્રણ ઉપર તેઓ વોશિંગ્ટનની યાત્રાએ પહોંચ્યા છે. ફોન ઉપર વાતચીત પણ થઇ હતી. અમેરિકા સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અગાઉ નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા હતા. યાત્રાના બીજા તબક્કામાં વોશિંગ્ટન પહોંચેલા મોદીનું વિમાન જોઇન્ટ બેઝ એન્ડ્રુસ ઉપર ઉતર્યું હતું જ્યાં તેમના સ્વાગત માટે ભારતીય હાઈકમિશનર નવતેજ શર્મા અને દિલ્હીમાં અમેરિકી રાજદૂતના પ્રભારી મેરીકે લાસ કાર્લસન ઉપસ્થિત હતા. મોદી અનેક કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીનું સ્વાગત કરીને ટિ્‌વટ કર્યું છે જેમાં તેઓએ મોદીને એક સાચા મિત્ર તરીકે ગણાવ્યા છે. આ અગાઉ વિદેશ યાત્રાના પ્રથમ તબક્કામાં મોદી પોર્ટુગલના પ્રવાસે પહોંચ્યા હતા. પોર્ટુગલના પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યપદના સંદર્ભમાં વાતચીત થઇ હતી. બીજી બાજુ બહુપક્ષીય નિકાસ પ્રતિબંધના દોરમાં સમર્થન માટે મોદીએ પોર્ટુગલનો આભાર માન્યો હતો. મોદીએ લિસ્બનમાં રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ ભારતીય સમુદાયના લોકો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત અને પોર્ટુગલ સાથે મળીને દુનિયાની સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરી શકે છે. મોદીએ પોર્ટુગલના વડાપ્રધાનને ઓવર્સિસ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ આપ્યું હતું. પોર્ટુગલના વડાપ્રધાને મોદીના સ્વાગત લંચમાં ગુજરાતી વાનગીઓ રાખી હતી. મોદીએ આતંકવાદનો સામનો કરવા, અંતરિક્ષ અને જળવાયુ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પોર્ટુગલના સમકક્ષ એન્ટોનિયો કોસ્ટા સાથે લાંબી વાત કરી હતી. જાણકાર નિષ્ણાતો માની રહ્યા છે કે, બંને દેશ લાંબાગાળાના વ્યૂહરચનાકાર તરીકે બની શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મુદ્દાઓ ઉપર સ્પષ્ટ મતભેદ રહ્યો છે પરંતુ આ મતભેદોને દૂર કરવાના મુદ્દા ઉપર ચર્ચા થશે. ત્રાસવાદના મુદ્દા ઉપર બંને દેશો એક સમાન અભિપ્રાય ધરાવે છે.

Related posts

કોરોના કહેર : દિલ્હી-મુંબઈમાં ખુટી પડ્યા બેડ

editor

ફ્રોડ વચ્ચે ખાનગી બેંકના વડાઓના બોનસમાં વિલંબ

aapnugujarat

કાશ્મીર મુદ્દાને લઈને કેન્દ્ર સરકારે અતિવાદી વલણ અપનાવ્યુંઃ પી. ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1