Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના કહેર : દિલ્હી-મુંબઈમાં ખુટી પડ્યા બેડ

કોરોના વાયરસે ભારતમાં વિકરાળ સ્વરૂપણ ધારણ કરી લીધું છે. એક વર્ષ પહેલા જે સ્થિતિ હતી તેના કરતા પણ ગંભીર સ્થિતિ બની રહેલી જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧.૧૫ લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. એટલું જ નહીં, એક્ટિવ કેસનો આંકડો ફરી ૧૦ લાખ તરફ વધી રહ્યો છે.
આ બધા વચ્ચે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં બેડને લઈ મારામારી જોવા મળી રહી છે. તે સિવાય પુણે, નાગપુર જેવા શહેરોમાં પણ બેડની તંગી વર્તાઈ રહી છે.
મુંબઈમાં કોરોના બેકાબૂ બન્યો છે અને દરરોજ સરેરાશ ૧૦,૦૦૦ કેસ સામે આવી રહ્યા છે. આ સંજોગોમાં લોકોમાં બેડને લઈ ચિંતા વધી છે. બીએમસીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે મુંબઈમાં હાલ બેડની તંગી નથી પરંતુ આ આંકડા ખૂબ ઝડપથી વધી રહ્યા છે. બીએમસીના ચાર્ટ પ્રમાણે હજુ કોરોના રિઝર્વ માટેના ૫,૪૦૦ બેડ ખાલી છે. આ આંકડો ૫મી એપ્રિલનો છે અને આશરે ૧૭,૦૦૦ બેડ ભરાઈ ગયા છે. ઉપરાંત આશરે ૧૩૬ આઈસીયુ બેડ ખાલી છે જ્યારે ૫૧ વેન્ટિલેટર બેડ ખાલી બચ્યા છે.
મુંબઈની માફક દિલ્હીમાં પણ કોરોનાની નવી લહેર બેકાબૂ બની છે. તાજેતરમાં રાજધાનીમાં ૫,૧૦૦ નવા કેસ નોંધાયા હતા. જે આંકડો પહેલા આશરે ૫૦૦એ પહોંચ્યો હતો તે હવે ૫,૦૦૦ને અડી રહ્યો છે. દિલ્હીમાં ખૂબ જ ઝડપથી બેડ ભરાઈ રહ્યા છે. તાજેતરના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં કુલ ૮,૨૨૯ કોરોના બેડ છે જે પૈકીના ૩,૭૭૦ ભરાઈ ગયા છે જ્યારે ૪,૪૫૯ બેડ ખાલી છે. છેલ્લા થોડા દિવસથી બેડ ભરાવાની ગતિ વધી ગઈ છે. દિલ્હીમાં ૯૦૩ વેન્ટિલેટરમાંથી ૫૭૬ ભરાઈ ગયા છે.
પુણેમાં બેડની ભારે તંગી વર્તાઈ રહી છે. પુણેમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રતિ દિન ૪,૦૦૦ કરતા વધારે કેસ જોવા મળી રહ્યા છે. પુણેની રૂબી હોસ્પિટલના જણાવ્યા મુજબ દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી બેડની તંગી સર્જાઈ છે. આ કારણે હોસ્પિટલે ૩ હોસ્પિટલ ભાડે લીધી છે જ્યાં ૧૮૦ બેડની સુવિધા કરવામાં આવી છે.

Related posts

શિવરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ પૂર્વ સીએમ બાબુલાલ ગૌરની બગાવત

aapnugujarat

મોદીએ મનમોહનસિંહ કરતાં વધુ વિદેશ યાત્રા કરી : રિપોર્ટ

aapnugujarat

सरकार कैसे बनेगी यह बीजेपी-शिवसेना से पूछिए : पवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1