Aapnu Gujarat
ગુજરાત

રાજકોટ કલેક્ટરે તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડ્યું! અને કહ્યું

રાજકોટ કલેક્ટરે તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં શ્રાવણ મહિનામાં આવનારા ગણેશોત્સવ, જન્માષ્ટમી જેવા તહેવારોને લઇ જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે જયારે જેમાં ગણેશોત્સવમાં ગણેશ અને કૃષ્ણની મૂર્તિ 2 ફૂટથી ઉંચી ન હોવી જોઈએ, જળાશયોમાં મૂર્તિ વિસર્જન ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો એટલું જ નહીં, બકરી ઇદમાં કુરબાની પછી માસ, હાડકા, અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં પંડાલ બાંધવા પર પ્રતિબંધ મુકાયો છે જયારે રાજકોટ કલેક્ટરનું જાહેરનામું 2 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે.

રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે. જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી ફરજીયાતપણે કરવાની રહેશે.

એટલું જ નહીં, ગણેશોત્સવમાં કુદરતી જળાશયોમાં મૂર્તિનું વિસર્જન કરવા પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના કોઈ પણ સ્થળે ધાર્મિક અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે.

ઉલેખનીય છે કે જાહેનામું કોરોના જેવી બીમારીને ધ્યાનમાં રાખી બહાર પાડવામાં આવ્યું છે

Related posts

ભાજપની ચિંતન શિબિરને લઈ તમામ તૈયારી શરૂ થઈ

aapnugujarat

દિયોદર રેલવે લાઈન પર યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

aapnugujarat

ચાંદોદ નવા માંડવાની સીમમાં દીપડો ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1