Aapnu Gujarat
ગુજરાત

ભાજપની ચિંતન શિબિરને લઈ તમામ તૈયારી શરૂ થઈ

લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ભાજપે પણ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની તમામ ૨૬ સીટો કઈ રીતે જીતી શકાય તે સંદર્ભમાં રૂપરેખા અને તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે. આને લઈને ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે ૨૪ અને ૨૫ જૂનના દિવસે યોજાશે. આમાં ભાજપ પ્રમુખ અમિત શાહ અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ જરૂરી માર્ગદર્શન આપશે. મળેલી માહિતી મુજબ નવી વ્યૂહરચના પણ આમાં ઘડી કાઢવામાં આવશે. અમિત શાહ લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઉપર ચર્ચા વિચારણા કરશે. સંપર્ક સે સમર્થન કે બાદ અમિત શાહ ફરીથી પોતાના હોમ ગ્રાઉન્ડમાં તૈયારી શરૂ કરી ચુક્યા છે. ૨૪ અને ૨૫મી જૂનના દિવસે ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડમાં યોજાશે. અમિત શાહ અને ભુપેન્દ્ર યાદવના નેતૃત્વમાં આ બેઠક યોજાનાર છે. જેમાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. મંત્રીમંડળથી લઈને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તથા કોર કમિટી ટીના સભ્યો ઉપસ્થિ રહેશે. બેઠકમાં લોકસભા માટેના મહત્વના એજન્ડા ઉપર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. ભાજપ મોટાભાગે વિધાનસભા અને લોકસભા ચૂંટણી પહેલા ચિંતન શિબિરનું આયોજન કરે છે. જેમાં સામાજિક તથા રાજકીય પરિસ્થિતિ તેમજ નવા પડકારો ઉપર ચર્ચા કરવામાં આવે છે. આ વખતે પણ આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કઈ રીતે સક્રિય રહી શકાય તેના ઉપર પણ ચર્ચા થશે. આંતરિક નારાજગી દુર કરવાના મુદ્દા ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. નારાજ સભ્યોને રાજી કરવાની ગણતરી કરવામાં પણ અવનાર છે. આગામી ચૂંટણીમાં ભાજપે ગુજરાતની મોટાભાગની સીટો જીતવાની રણનીતી ઉપર અંતિમ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટીદાર અનામત આંદોલન અને દલિતોના મુદ્દે આંદોલનના લીધે ભાજપને ફટકો પડ્યો છે. આ મુદ્દે પણ ચર્ચા કરાશે.

Related posts

मानवता शर्मसार, शराब न बेचने पर पेड से बांधकर युवक की हुई पिटाई

aapnugujarat

અમદાવાદમાં માથાભારે તત્વોનો આતંક

aapnugujarat

मेट्रो रेल प्रोजेक्ट के कारण असर होनेवाले जीवराजपार्क क्षेत्र के असरग्रस्तों का मुआवजा दो दिन में जमा कराने का आदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1