Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં કોરોના પોઝિટિવના ૮ કેસ નોંધાયા

પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિકાસ રંજનના જણાવ્યા મુજબ જ્યારથી કોરોનાવાયરસનો કહેર ચાલુ થયો છે ત્યારથી પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર અઠવાડિયે કોવિડ ૧૯, કોરોનાવાયરસના ટેસ્ટનો કેમ્પ યોજવામાં આવે છે જેમાં નગરના તેમજ આજુબાજુ ગામડાઓમાંથી શંકાસ્પદ જણાતા દર્દીઓને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી તેઓનું કોરોનાવાયરસ ટેસ્ટિંગ માટે નમૂના લેવામાં આવે છે. આજરોજ ૨૧મો કોરોનાવાયરસ ટેસ્ટિંગ કેમ્પ હતો જેમાં પાવીજેતપુર નગરના તેમજ એસ.બી.આઇ. અને બી.ઓ.બી. શાખાના કર્મચારીઓ, અણિયાદ્રી, રતનપુર, બાર, સુસકાલ, ડુંગરવાટ ,ઘુટણવડ વગેરે ગામોમાંથી વ્યક્તિઓને એમ્બ્યુલન્સમાં લાવી તેઓના નમૂના લેવામાં આવ્યા હતા. કેટલાક વ્યક્તિઓના કોરોનાવાયરસ ટેસ્ટિંગ માટે નમૂના લેવામાં આવ્યા હતા આગળના ૨૦ કેમ્પમાં ૧૦૭૭ ના નમુના લીધા હોય આમ કુલ ૨૧ કેમ્પમાં ૧૧૩૭ જેટલા નમુનાઓ કોરોનાવાયરસ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હોય જેમાંથી ૮ વ્યક્તિઓના કોરોનાવાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. પાવીજેતપુર નગર તેમજ તાલુકના આજુબાજુ ગામડાઓમાંથી શંકાસ્પદ જણાતા એવા વ્યક્તિઓને પાવીજેતપુરમાં અઠવાડિયે યોજાતા કોરોનાવાયરસ ટેસ્ટિંગ કેમ્પમાં લાવી નમુનાઓ લઇ તેઓનું ચેકઅપ કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ ૨૧ કેમ્પમાં ૧૧૩૭ જેટલા વ્યક્તિઓના નમૂના લેતા ૮ વ્યક્તિઓ કોરોનાવાયરસ પોઝિટિવ આવ્યા છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ગરીબ કલ્યાણ મેળામાં સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહે તેની કાળજી લેવા નર્મદા જિલ્લા કલેક્ટર નિનામાનો અનુરોધ

aapnugujarat

કરણી સેના દ્વારા કરાયેલ આગચંપી મામલાઓમાં વિમા કંપનીઓને સપ્તાહમાં કલેઇમ ચૂકવવાની માંગણી 

aapnugujarat

डिवोर्सी आंटी की प्रेमजाल में फंस कलापीनगर क्षेत्र के युवक ने जान दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1