Aapnu Gujarat
ગુજરાત

સ્કૂલ ફી માફીનો જાહેર કરેલો પરિપત્ર રદ્દ કર્યો, ગુજરાત સરકારને હાઈકોર્ટની લપડાક

રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે આજે સુનાવણી હાથ ધરાઈ છે. અને આખરે ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. અને થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે. ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા આદેશ કર્યો છે.

ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હોઈકોર્ટે અવલોકન કર્યું હતું.

લોકડાઉનના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં સ્કૂલ સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હતા. તેના સામે રાજ્ય સરકારે ફી બંધીનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારના ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસુલવા સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી શાળાઓના સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

Related posts

વરિષ્ઠ નાગરિકોને 31મી માર્ચ પહેલા રસીકરણ હેઠળ આવરી લેવાનું આયોજન

editor

ઉમ્મીદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર-૨ ના નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો ને સન્માનિત કર્યા

editor

નીતિન પટેલના નિવેદન પર હાર્દિકની પ્રતિક્રિયા, નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને મૂર્ખ કહ્યો છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1