Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં જુલાઈ અંત સુધીમાં સિઝનનો ૪૧% જેટલો વરસાદ

ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં પ્રમાણમાં સારો વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો ચાલું ચોમાસું સિઝનમાં (જુલાઈ અંત સુધીમાં) સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૮, કચ્છમાં ૧૪, દક્ષિણ ગુજરાતમાં ૧૩, મધ્ય-પૂર્વ ગુજરાતમાં ૮ અને ઉત્તર ગુજરાતમાં ૭ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં સરેરાશ ૮.૭૦ ઈંચ જેટલો વરસાદ થયો છે.
આ પ્રમાણ જૂન મહિનામાં ૪.૮૦ ઈંચ જેટલું હતું. આમ ગુજરાતમાં જુલાઈ અંત સુધીમાં સિઝનનો ૪૧ ટકા જેટલો વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ સિઝનમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ- ૧૨, નર્મદા-૧૦, તાપી-૧૩ ,સુરત-૨૧, નવસારી-૨૧, વલસાડ-૨૫ અને ડાંગ જિલ્લામાં૧૮ ઈંચ જેટલો વરસાદ થયો છે.
મધ્ય પૂર્વ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની તુલનાએ મેઘમહેર ઓછી થઈ છે.અમદાવાદ જિલ્લામાં ૧૦, ખેડા-૧૧, આણંદ-૭, વડોદરા-૮, છોટા ઉદેપુર-૯, પંચમહાલ-૯, મહિસાગર-૭ અને દાહોદ જિલ્લામાં ૫ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમસર વરસાદ થયો છે. પાટણ જિલ્લામાં- ૬ , બનાસકાંઠા- ૫, મહેસાણા-૭, સાબરકાંઠા-૯, અરવલ્લી-૯ અને ગાંધીનગર જિલ્લામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ થયો છે. રાજ્યમાં પ્રમાણમાં ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લામાં ચાલુ વરસે સારો વરસાદ થયો છે. કચ્છ જિલ્લામાં જુલાઈના અંત સુધીમાં ૧૪ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં સરેરાશ ૮.૭૦ ઈંચ જેટલો વરસાદ થયો છે. આ પ્રમાણ જૂન મહિનામાં ૪.૮૦ ઈંચ જેટલું હતું. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના આંકડાઓ મુજબ ચાલુ ચોમાસુ સિઝનમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં ૪૧ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

Related posts

વિરમગામમાં જલારામ બાપાના ૨૧૮માં જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

aapnugujarat

ભલાણા ગામની કેનાલમાં બે બહેનપણીઓએ જીવન ટૂંકાવ્યુંં

editor

ગુજરાતમાં કરોડોનો છે પતંગ ઉદ્યોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1