Aapnu Gujarat
ગુજરાત

ભલાણા ગામની કેનાલમાં બે બહેનપણીઓએ જીવન ટૂંકાવ્યુંં

હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ ગઇ છે. ખરીદી કરવા જવાનું કહીને બપોરથી નીકળેલી દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ અંગે હારીજ પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ )ની ૨૧ વર્ષની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવની અને મુબારકપુરા ગામે રહેતી તેની ૨૩ વર્ષની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ ગત તા.૦૧-૦૬-૨૦૨૧ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરમાંથી નીકળ્યા હતા. બંને બહેનપણીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ચિંતિત થઇને શોધખોળ શરૂ કરી હતી. પરિવારે શોધખોળમાં કરતાં જે હકીકતમાં સામે આવ્યું કે, બંને સહેલીઓએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે હારીજ પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોંધ કરી છે. જેની વધુ તપાસ કાર્યવાહી પોસઇ એસબી સોલંકી ચલાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પાટણમાં જાનમાં ગયેલી પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. યુવતીએ પાટણ જિલ્લાના ચાણસ્મા-હારીજ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલ પાસે મોબાઈલમાં મૃત્યુનું કારણ દર્શાવતો વિડીયો બનાવીને આપઘાત કર્યો હતો. જેના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન તેનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સુસાઈડ પહેલા પરિણીતાએ વિડીયો તેની બહેનને મોકલ્યો હતો, જેમાં તેણીએ પ્રેમમાં દગો મળ્યો હોવાનું કારણ જણાવ્યું હતું.

Related posts

તા. ૨૩ મી એ રોજગાર રીવ્યુ કમીટી આસામ લેજીસલેટીવ એસેમ્બલીના સભ્યશ્રીઓ નર્મદા જિલ્લાની મુલાકાતે

aapnugujarat

લોકરક્ષક દળના પેપર લીક પ્રકરણ : વડોદરામાં કોર્પોના કોન્ટ્રાકટ કર્મચારીની ભૂમિકા

aapnugujarat

શ્રી રામ મંદિરના ભૂમિપૂજનને લઈ દિયોદરમાં દિવાળી જેવો માહોલ

editor

Leave a Comment

UA-96247877-1