Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલોકની પ્રક્રિયા હાથ ધરાશે

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ત્યાં તબક્કાવાર રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ રહી છે. મહારાષ્ટ્રમાં ૫ તબક્કામાં અનલોકની યોજના જાહેર કરવામાં આવી છે. જો કે, મુંબઇને અનલોક માટે રાહ જોવી પડશે. અહીં અનલોક અંગે ૧૫ જૂન બાદ નિર્ણય લેવાશે.
મહારાષ્ટ્ર સરકારે અનલોકની પ્રક્રિયા પાંચ તબક્કામાં વહેંચી છે. દરેક તબક્કે અમુક ખાસ છૂટ આપવામાં આવશે. મુંબઇનો સમાવેશ બીજા તબક્કામાં થાય છે, જ્યારે થાણે ડિસ્ટ્રિકટનો સમાવેશ પ્રથમ તબક્કામાં થાય છે. થાણે સહિત ૧૮ જિલ્લા પ્રથમ તબક્કામાં છે. મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવારે જણાવ્યું કે, અમે પોઝિટિવ રેટ અને જિલ્લામાં ઓક્સિજન બેડની સ્થિતિને આધારે રાજ્ય માટે પાંચ તબક્કામાં અનલોક યોજના તૈયાર કરી છે. સૌથી ઓછા પોઝિટિવ રેટવાળા જિલ્લામાં કોઇ પ્રતિબંધ નહીં હોય.
મહારાષ્ટ્રમાં જે જિલ્લા પ્રથમ તબક્કામાં આવે છે, ત્યાં અનલોકની પક્રિયા શરૂ કરવામાં આવશે. ઔરંગાબાદ, ભંડારા, ધુલે, ગડચિરોલી, જલગાંવ, જલગના, નાંદેડ, નાસિક, પરભણી અને થાણેનો આમાં સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં મુંબઇ ઉપરાંત અમરાવતી, હિંગોલી અને નંદુરબાર જિલ્લા સામેલ છે.
મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યું કે, પ્રથમ તબક્કા હેઠળ આવનારા જિલ્લાઓમાં તમામ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ રહેશે એટલે કે પૂર્ણ અનલોક થશે. જે જિલ્લામાં પોઝિટિવિટી રેટ ૫ ટકા, બેડની ઉપલબ્ધતા ૨૫ ટકા છે, ત્યાં અનલોક કરાશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ગઇકાલે કોરોના વાયરસના ૧૫૧૬૯ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૫ લોકોનાં મોત નિપજ્યાં છે. બીજી બાજુ, ૨૯,૨૭૦ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. સાથે જ રાજ્યમાં કોરોના વાયરસ રિકવરી રેટ ૯૪.૫૪ ટકા પર પહોંચી ગયો છે.

Related posts

મેહુલ ચોકસીનું નામ ઈન્ટરપોલના ‘રેડ-નોટિસ’ ડેટાબેસમાંથી હટ્યું

aapnugujarat

વિસ્ફોટ કરવા રિમોટ ચાવીનો ઉપયોગ : હેવાલ

aapnugujarat

હિંદ મહાસાગરમાં ભારત ચીનથી વધારે બળવાન છે : નેવી ચીફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1