Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીના ગેંગસ્ટરને જામીન આપવા સુપ્રીમ કોર્ટનો ઈનકાર

કાનપુરમાં પોલીસ પર ઘાત બોલાવીને હત્યા કરી ફરાર થયા બાદ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા વિકાસ દુબેનો કિસ્સો તાજો જ છે. સુપ્રીમ કોર્ટે આ કિસ્સાને ટાંકીને આજે ઉત્તર પ્રદેશના અન્ય એક ગેંગસ્ટરને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ મંગળવારે ગેંગસ્ટરના જામીન ફગાવી દીધા હતા. આ ગેંગસ્ટર સામે ૧૩ ગુના નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેએ જણાવ્યું કે, તું ખતરનાક વ્યક્તિ છો અને અમે તને જામીન પર મુક્ત ના કરી શકીએ. અગાઉ શું થયું છે તે આપણી સામે છે.
૬૪ ગુનાઓ જેના માથે હતે તેને જામીન આપ્યા હતા તેની કિંમત ઉત્તર પ્રદેશ ચુકવી રહ્યું છે.સીજેઆઈએ જણાવ્યું કે આવા શખ્સને જામીન આપવામાં જોખમ રહેલું છે. વિકાસ દુબે કેસનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટરના જામીન ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટમાં વિકાસ દુબે એન્કાઉન્ટર કેસની સુનાવણી વખતે આકરી ટિપ્પણી કરાઈ હતી કે આટલા ગુનાઓમાં વોન્ટેડ અપરાધી કેવી રીતે પેરોલ પર છૂટી શક્યો અને તેણે કાનપુરના ચૌબેપુરમાં ખુની ખેલ ખેલ્યો.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે આ ઘટનાને વખોડતા કહ્યું કે આ સમગ્ર સિસ્ટમની નિષ્ફળતા છતી કરે છે અને આનાથી કોઈ એક ઘટના જ નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ દાવ પર હોવાનું જણાય છે.

Related posts

देवरिया शेल्टर होम केस : सीबीआई ने अपने हाथों में ली जांच

aapnugujarat

રાજસ્થાનમાં બ્લેક ફંગસના ૭૦૦ કેસ

editor

NRC authority publishes individual status of all 3.3 crore people of Assam

aapnugujarat

Leave a Comment

UA-96247877-1