Aapnu Gujarat
રાષ્ટ્રીય

અયોધ્યામાં આતંકીઓ કરી શકે છે હુમલો

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પૂજન અને ૧૫ ઓગસ્ટના રોજ ભારતમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જણાવ્યાં મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આ વખતે ભારતમાં હુમલા માટે જૈશ અને લશ્કર એ તૈયબાના આતંકીઓની અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ કરાવી છે અને તેમને ત્રણથી પાંચ જૂથમાં ભારતમાં મોકલવા માટે ષડયંત્ર રચ્યું છે. જૈશ આતંકીઓ ફિદાયીન હુમલા માટે ઓળખાય છે.
૫ ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનો શિલાન્યાસ કરવાના છે અને આ જ દિવસે ગત વર્ષે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી હતી. જેને લઈને આતંકીઓ તથા આઈએસઆઈ એક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેના ૧૦ દિવસ બાદ ભારતનો સ્વતંત્રતા દિવસ પણ છે અને પાકિસ્તાન ઈચ્છે છે કે આતંકી જૂથ અલગ અલગ જગ્યાએ હુમલા કરે અને એવી રીતે હુમલાને અંજામ આપે કે આ હુમલા ભારતના આંતરિક હુમલા લાગે.
ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી, અયોધ્યા અને કાશ્મીરમાં ખુબ ચોક્કસાઈ વર્તવાના આદેશ આપ્યા છે.

Related posts

दिल्ली के रोहिणी क्षेत्र में सेक्स रैकेट का पर्दाफाश

aapnugujarat

રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાના રથ ઉપર સવાર

aapnugujarat

નો ફ્લાય લિસ્ટ માટે સરકાર દ્વારા ત્રણ સ્તરીય નિયમો જારી કરાયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1