Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નો ફ્લાય લિસ્ટ માટે સરકાર દ્વારા ત્રણ સ્તરીય નિયમો જારી કરાયાં

સરકારે જાહેરાત કરી હતી કે, તોફાની યાત્રીઓને ત્રણ મહિનાથી લઇને બે વર્ષ સુધી વિમાનમાં યાત્રા કરવાથી રોકવામાં આવશે. નો ફ્લાય લિસ્ટ માટેના ત્રણ સ્તરીય નિયમોની આજે જાહેરાત કરવામાં આવી હતી. તોફાની વિમાની પ્રવાસીઓ ઉપર બ્રેક મુકવાના હેતુસર નેશનલ નો ફ્લાઇ લિસ્ટ માટેના નિયમો જારી કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તોફાની વિમાની યાત્રીઓના ત્રણ સ્તરની ભલામણ કરી છે જેમાં ફ્લાઇંગ પર પ્રતિબંધની જુદી જુદી અવધિ નક્કી કરવામાં આવી છે. ખરાબ વર્તનને પ્રથમ સ્તર તરીકે રાખવામાં આવ્યું છે જેમાં મૌખિક સતામણીનો સમાવેશ થાય છે. આમા વિમાની યાત્રી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવશે જ્યારે બીજા નિયમમાં છ મહિના સુધી વિમાની યાત્રી પર પ્રતિબંધ મુકાશે. શારીરિકરીતે ખરાબ વર્તન કરનારને આ સજા કરવામાં આવશે જ્યારે ત્રીજી કેટેગરીમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવાની બાબતનો સમાવેશ થાય છે. આમાં કોઇપણ મર્યાદા વગર અથવા તો બે વર્ષ સુધી વિમાની યાત્રા ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે. શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને આવરી લેતા એક બનાવ સહિત હાલમાં જ વિમાનમાં બનેલા કેટલાક બનાવોને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે.રવિન્દ્ર ગાયકવાડે એર ઇન્ડિયાના સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને સ્ટાફને ચંપલથી માર મારીને હોબાળો મચાવ્યો હતો. બિઝનેસ ક્લાસની સીટ નહીં મળવા બદલ શિવસેનાના સાંસદે હોબાળો મચાવ્યો હતો. તેઓએ બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી હતી પરંતુ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. કારણ કે આ ફ્લાઇટ ઓલ ઇકોનોમી ક્લાસની હતી.

Related posts

વડાપ્રધાન મોદી બંગાળમાં ૨૦, આસામમાં ૬ ચૂંટણી રેલી કરશે

editor

पंजाब सरकार का आदेश : आंदोलन में जान गंवाने वाले 4 किसानों के परिवारों को 20 लाख का मुआवजा

editor

વડાપ્રધાન મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1