Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીએસટી કાઉન્સિલની આજે બેઠક : કાર પર સેસમાં વધારો થશે

જીએસટી કાઉન્સિલની બેઠક આજે મળનાર છે જેમાં સામાન્ય ઉપયોગની વસ્તુઓની સંખ્યા ઉપર ટેક્સને લઇને કેટલીક બાબતો નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત લકઝરી અને મધ્યમ કદની કાર ઉપર સેસનું પ્રમાણ પણ નક્કી કરવામાં આવનાર છે. આ ઉપરાંત જીએસટી નેટવર્કમાં આઈટી સંબંધિત મુદ્દાઓને હાથ ધરવામાં આવનાર છે. જીએસટી નેટવર્ક આડે કેટલીક દુવિધાઓ રહેલી છે. નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે જેમાં રાજ્યોના નાણામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ઇડલી, ઢોસા, બટર, કસ્ટર્ડ પાઉડર, કિચન ગેસ લાઇટર સહિત બે ડઝનથી વધુ વસ્તુ પર ટેક્સમાં ઘટાડો કરવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવશે. હાલમાં જ આ તમામ ચીજવસ્તુઓને લઇને કેટલીક ખામીઓ સપાટી ઉપર આવી હતી. આવી સ્થિતિમાં ટેક્સમાં રહેલી ખામીઓને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. કાઉન્સિલની બેઠકમાં કારોબારીઓને થઇ રહેલી તકલીફનો મુદ્દો પણ છવાશે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ય કેટલીક દુવિધાભરી ચીજવસ્તુઓને લઇને પણ ચર્ચા કરવામાં આવનાર છે. અનબ્રાન્ડેડ ફુડ આઈટમને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ ફુડ આઈટમ ઉપર પાંચ ટકા જીએસટી રેટ લાગૂ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ઘણા કારોબારીઓ ટેક્સને ટાળવાના હેતુસર તેમની બ્રાન્ડ રજિસ્ટર્ડ કરી રહ્યા ન હતા. મધ્યમ કદથી લઇને હાઈબ્રીડ સુધીની કારની રેંજ ઉપર સેસમાં વધારો ઝીંકવાના મુદ્દા ઉપર પણ આવતીકાલની બેઠકમાં નિર્ણય કરવામાં આવી શકે છે. કાઉન્સિલે પાંચમી ઓગસ્ટના દિવસે તેની છેલ્લી બેઠકમાં સેસમાં વધારો કરવાને મંજુરી આપી હતી. વટહુકમ જારી કરવામાં આવ્યો હતો. હવે કાઉન્સિલની બેઠકમાં વધારાના પ્રમાણ અંગે નિર્ણય લેવામાં આવશે. ૨૧મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્ય તરફથી ટેકનોલોજી સાથે સંબંધિત મુદ્દાઓ ઉપર વાતચીત કરવામાં આવી શકે છે. જુલાઈ જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલિંગને લઇને જોરદાર ધસારાના પરિણામ સ્વરુપે જીએસટીએન સોફ્ટવેરમાં ખામીઓ સર્જાઈ ગઈ હતી. ફાઇલિંગની છેલ્લી તારીખ લંબાવવાની વાત પણ થઇ શકે છે. જીએસટીઆર-૧ માટે અંતિમ રિટર્ન ફાઇલિંગ માટેની તારીખ ૧૦મી સપ્ટેમ્બર છે. આવતીકાલની બેઠકમાં કારોબારીઓ અને વેપારીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલા વિવિધ મુદ્દાઓ પણ ચર્ચાશે. ઓટો મેકર્સ દ્વારા સેસ વધારાને મોકૂફ રાખવાની વાત થઇ રહી છે. ગુડ્‌ઝ અને સર્વિસ ટેક્સની વ્યવસ્થા અમલી કર્યા બાદ કાર કિંમતોમાં ઘટાડો થયો હતો. નવી કેટેગરી ઉમેરવામાં આવી છે. જીએસટી હેઠળ ડઝન જેટલા કેન્દ્રીય અને રાજ્યના કરવેરા દૂર થઇ ચુક્યા છે.

Related posts

सेंसेक्स 246 अंक चढ़ा

aapnugujarat

જાન્યુઆરી મહિનામાં FPI દ્વારા જાન્યુઆરીમાં ૨૨૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

“चीनी वस्तुओं का भारत छोड़ो अभियान 9 अगस्त”

editor

Leave a Comment

UA-96247877-1