Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે : રાહુલ ગાંધી

તંલાગણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન હૈદ્રાબાદના ઐતિહાસિક ચારમીનારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઓવૈસીને તેમના ગઢમાં જ ઘેરી લીધા. રાહુલ ગાંધીએ ઓવૈસીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા અને એમની વિચારધારાને નફરત યુક્ત ગણાવી. તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે આક્રમક પ્રચારની જમીન તૈયાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ઓવૈસી ભાજપની ‘નફરતની વિચારધાર’નો ફેલાવો કરે છે.
રાહુલે વધુમાં ઉમેર્યું કે, ઓવૈસી ભાજપની નફરત અને ભાગલા પાડવાની વિચારધારાના ભાગીદાર છે. બંને પાર્ટીના વિચાર એક સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષના અસદુદ્દીન ઓવૈસી પર આ સૌપ્રથમ સીધો અને તેજાબી હુમલો છે. આ ઉપરાંત ચારમીનારની સભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પણ હુમલો કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન અને એમના અનુયાયી નફરત ફેલાવવા અન દેશના ભાગલા પાડવામાં લાગી પડ્યા છે.
સમગ્ર દેશમાં દલિત, આદિવાસી, મુસલમાન, મહિલાઓ અને અન્ય કમજોર વર્ગના લોકો નફરતની આ વિચારધારાથી ભયભીત છે. રાહુલે કહ્યું કે, આ દેશ કોઈ એક ધર્મ કે જાતિ કે ક્ષેત્રનો નથી. આ તમામ લોકોનો દેશ છે. દેશનું બંધારણ દરેક ભારતીયને શાંતિપૂર્વક રહેવાનો અધિકાર આપે છે. તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ, ટીઆરએસ અને ઓવૈસીની પાર્ટીની મિલીભગત છે.

Related posts

तमिलनाडु की डॉ.राधा कृष्णन नगर विधानसभा सीट पर २१ दिसम्बर को उपचुनाव

aapnugujarat

ઓડિશા-બંગાળ, પૂર્વોત્તરનાં પરિણામ ચોંકાવશે : જેટલી

aapnugujarat

दिल्ली सरकार की कठपुतली की तरह काम कर रहे हैं स्पीकर : कपिल मिश्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1