Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાનપુરમાં ૧૦ હજાર દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

કાનપુર જિલ્લામાં એક સમારોહમાં ૧૦૦૦૦થી વધારે દલિતોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કરતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ સાંસદ સાવિત્રી ફુલે પણ હાજર હતા. આ સમારોહમાં રાવણનો જયજયકાર પણ કરવામાં આવ્યો હતો. આયોજકે કહ્યુ હતુ કે સમારોહ રાવણ, ગૌતમ બુધ્ધ, સમ્રાટ અશોક અને બાબા સાહેબ આંબેડકર માટે રાખવામાં આવ્યો હતો. જેમણે જાતિવાદ સામે લડાઈ લડી હતી. સમાજમાં ભેદભાવની પ્રવેશેલી બુરાઈનો સફાયો કરવાની જરુર છે.
આયોજકોએ દાવો કર્યો હતો કે ગત વર્ષે પણ ૧૦૦૦૦ દલિતોએ બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ પરંપરા ચાલુ રહેશે અને વધુને વધુ દલિતોને બૌધ્ધ ધર્મ અંગિકાર કરાશે. જોકે જિલ્લા વહિવટીતંત્રનુ કહેવુ છે કે ધર્મ પરિવર્તન થયુ નથી. રાવણના સન્માનમાં રેલી નીકળી હતી અને તે દર વર્ષે નીકળે છે.

Related posts

અમરસિંહ-શિવપાલ નવો રાજકીય પક્ષ રચશે..!!?

aapnugujarat

अयोध्या विवाद में पांचों दिन होगी सुनवाई : सुप्रीम

aapnugujarat

Coal scam case: Delhi court orders framing of charges against Naveen Jindal and 4 others

aapnugujarat

Leave a Comment

UA-96247877-1