Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાનમાં બ્લેક ફંગસના ૭૦૦ કેસ

કોરોનાના પડકાર વચ્ચે બ્લેક ફંગસે ચિંતા વધારી છે. દેશના કેટલાક રાજ્યોમાં આ બીમારીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજસ્થાનમાં જ બ્લેક ફંગસના ૭૦૦થી વધુ કેસ છે. આવામાં સરકાર સચેત થઇ ગઇ છે. રાજસ્થાન સરકારે બ્લેક ફંગસને મહામારી ધોષિત કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે અધિકારીઓને જરૂરી એક્શન લેવા આદેશ કર્યો છે. રાજ્યમાં કુલ ૭૦૦ કેલ છે, જ્યારે માત્ર એક જ હોસ્પિટલમાં બ્લેક ફંગસના ૧૦૦થી વધુ દર્દી છે.રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ બ્લેક ફંગસે ચિંતા વધારી છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ બીમારીને કારણે ૯૦ દર્દીઓના મોત થયા છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી જેવા રાજ્યોમાં બ્લેક ફંગસના દર્દી સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં લગભગ બે હજારથી વધુ કેસ નોંધાયા છે.દિલ્હીમાં સર ગંગારામ હોસ્પિટલમાં બ્લેક ફંગસના સૌથી વધુ ૪૦ કેસ સામે આવ્યા છે. મેક્સ હોસ્પિટલમાં ૨૫ કેસ નોંધાયા છે. જ્યારે એમ્સમાં ૨૦ અને મૂલચંદ હોસ્પિટલમાં બ્લેક ફંગસનો એક કેસ સામે આવ્યો છે.દિલ્હી એમ્સ દ્વારા આ બીમારીને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. જેમાં બ્લેક ફંગસના લક્ષણો, કયા દર્દીઓને સૌથી વધુ ખતરો અને શું કરવું જોઇએ વગેરે માહિતી આપવામાં આવી છે.

Related posts

કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની મુદત પાંચ વર્ષથી ઘટાડી ત્રણ વર્ષ કરવા વિચારણા

aapnugujarat

કેન્દ્ર સરકારના સિંગલ પેરન્ટ પુરૂષ કર્મચારી માટે ખુશખબર

aapnugujarat

પત્નીને વેચીને પણ ટૉયલેટ બનાવો : બિહાર ડીએમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1