Aapnu Gujarat
ગુજરાત

કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!

કોરોના સમગ્ર દેશમાં યથાવત છે જયારે તીડ પણ આતંક મચાવી રહ્યા છે, તીડનો આતંક વધતા ખેડૂત ચિતિત બન્યા છે જયારે વાગડ, લખપત અને સરહદી વિસ્તાર ખાવડાની આસપાસનાં ગામોમાં તીડનો ઉપદ્રવ નાથવા અનેક પ્રયાસ કરવા છતાં રણતીડનો ઉપદ્રવ યથાવત્ છે

જયારે જામકુનરિયામાં સેંકડોની સંખ્યામાં તીડનાં બચ્ચાં ઉતરી આવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે,

સમગ્ર ઘટના જોઈતો કચ્છના ખાવડા વિસ્તારનાં જામકુનરિયા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી તીડનાં ઝુંડ દેખાતાં ખેડૂતોએ જિલ્લાનાં તીડ નિયંત્રણ વિભાગ અને ખેતીવાડી વિભાગના જવાબદારોને જાણ કરી હતી ત્યાર બાદ તીડ નિયંત્રણ વિભાગના અધિકારી અશોક બારૈયાની ટીમ જામકુનરિયા ગામે પહોંચી હતી, તીડને નિયંત્રિત કરવા અને તેનો નાશ કરવા જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હોવાનું તીડ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું.

Related posts

ગોમતીપુરમાં પિસ્તોલ-બોંબ મળતાં ચકચાર

aapnugujarat

હિંમતનગર સિવિલમાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

લાલદરવાજા બસ ટર્મિનસમાં ગંદકી કરનાર પાસેથી AMTS દ્વારા દંડ વસૂલાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1