Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લામાં ખોરાકની ગુણવત્તા સુધારવા માટેનો સેટકોમ નિહાળવા આઇસીડીએસ વિભાગની અપીલ

ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ) હેઠળની વિવિધ પ્રવ્રુત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા મહિલા અને બાળ આરોગ્ય વિષયક બાબતો પર માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં મહિનાના દર સોમવારે અને મંગળવારે વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ બપોરના ૨ થી ૩ વાગ્યા દમિયાન કરવામાં આવે છે જેમાં આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ ,સગર્ભા અને ધાત્રી માતાઓને રાખવાની કાળજી ઓ કિશોરીઓને આરોગ્યની જાળવણી તેમજ જીવનમાં ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ વંદે ગુજરાત ચેનલ -૧ અને યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી પણ નિહાળી શકાશે. ૨૮ જુલાઈએ બપોરે ૨ થી ૩ કલાક દરમ્યાન આ કાર્યક્રમને માંડલ, વિરમગામ તથા સમગ્ર અમદાવાદ જિલ્લાની વધુ કિશોરીઓ, વાલીઓ,મહિલાઓ નિહાળી તેમાંથી માર્ગદર્શન મેળવે તેવી અપીલ માંડલ, વિરમગામ સી.ડી.પી.ઓ મીતા જાની દ્વારા કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

अहमदाबाद एयरपोर्ट पर ७ करोड़ का सोना जब्त

aapnugujarat

शहर के एसजी हाईवे पर कारचालक ने कॉन्स्टेबल और होमगार्ड को टक्कर मारी

aapnugujarat

સુરતમાં પાટીદારોના ગઢમાં ભાજપનું કાર રેલી સાથે શક્તિ પ્રદર્શન

editor

Leave a Comment

UA-96247877-1