Aapnu Gujarat
બિઝનેસ

૨૨ કેરેટનું ગોલ્ડ કહીને ૧૮ કેરેટ પધરાવનારા જ્વેલર્સની ખેર નથી

હવેથી દેશમાં નવો ગ્રાહર સુરક્ષા કાયદો સોનાના દાગીના પર પણ લાગુ થશે. આ કાયદો લાગુ થવાના કારણે હવે કોઈ પણ સોની તમને ૨૨ કેરેટનું ગોલ્ડ કહીને ૧૮ કેરેટ પધરાવશે તો તેના પર કડક કાર્યવાહી થશે. આ સાથએ જ ગ્રાહકોની સુરક્ષાનું ધ્યાન રાખતા મોદી સરકારે નવો કાયદો ઘડ્યો છે. હવે સોનાના દાગીના અને ચીજોમાં હૉલમાર્કની વ્યવસ્થા ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી લાગુ થઈ જશે.દિનપ્રતિદિન મોંઘું થતા સોનામાં છેતરાઈ ન જવાય તે માટે સરકાર કાયદો લાવી રહી છે. ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે ’ગ્રાહક જ્યારે પણ સોનુ ખરીદવા જાય ત્યારે હૉલમાર્ક જોઈને જ ખરીદે. આ હૉલમાર્કને અમારી એક માત્ર એજન્સી બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ નક્કી કરે છે.નવો ગ્રાહક સુરક્ષા કાયદો સોનાના દાગીના પર લાગુ થયા બાદ તેનો ભંગ કરનાર જ્વેલર્સને એક લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની જેલ પણ થઈ શકે છે. અથવા તો દંડ તરીકે સોનાની કિંમતની પાંચ ગણી રકમ વસૂલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.હૉલમાર્કિંગ દ્વારા ગ્રાહકોને જ્વેલરીમાં કેટલા ટકા સોનું છે તે અને કેટલા ટકા અન્ય ધાતુ મિક્સ કરેલી છે તેનું પ્રમાણ મળે છે. આ પ્રમાણિત થયેલા સ્ટાન્ડર્ડ મુજબ સોનાની શુદ્ધતાનું માપદંડ નક્કી કરવામાં આવે છે.

Related posts

6 सप्ताह के अंदर Jio में छठा बड़ा निवेश

editor

नीरव, चौकसी की जब्त संपत्तियों का ब्योरा देने से ईडीने किया इनकार

aapnugujarat

SpiceJet પર સંકટની તલવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1