Aapnu Gujarat
મનોરંજન

પોલીસ કરણ જોહરને ક્યારેય પૂછપરછ માટે નહીં બોલાવે:- કંગના રનૌતની ટીમ

સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં 40 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તેમાં સુશાંતનો હાઉસ સ્ટાફ, મિત્રો, પરિવારના સભ્યો, કો-એક્ટર્સ વગેરે સામેલ હતા જયારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કરણ જોહરને પૂછપરછ માટે ન બોલાવવાને કારણે કંગના રનૌતની ટીમે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેનો દાવો છે કે કરણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેના મિત્ર છે. માટે તેને ક્યારેય પોલીસ સ્ટેશન બોલવામાં આવશે નહીં


સમગ્ર વિગત જોઈએ તો સુમિત ઠાકુર નામના ટ્વિટર યુઝરે કરણ જોહરનો ફોટો શેર કરી લખ્યું હતું, 35 દિવસ થઇ ગયા અને હજુ સૌથી મોટા સસ્પેક્ટ કરણ જોહરને સુશાંતના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો નથી. હું એડવોકેટ રસપાલ સિંહ રેણુ મારફતે મુંબઈ પોલીસ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં PIL રજિસ્ટર કરાવી રહ્યો છું. જેથી સાર્વજનિક હિતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થઇ શકે.

જયારે આ ટ્વીટના જવાબમાં કંગનાની ટીમે લખ્યું કે, તે તેને ક્યારેય નહીં બોલાવે, કારણકે તે આદિત્ય ઠાકરેનો બેસ્ટ ફ્રેન્ડ છે. આ તેમની સરકાર છે અને તેમણે કંગનાના ઇન્ટરવ્યૂ પહેલાં જ કેસ બંધ કરી દીધો. આ એ વાતની સાબિતી છે કે તે તેમના મિત્રોને બચાવી રહ્યા છે.
ઉલેખનીય છે કે કંગના ઘણીવાર સવાલ કરતી રહી છે કે મુંબઈ પોલીસ કેમ કરણ જોહરની પૂછપરછ કરતી નથી. કંગનાએ એવું પણ કહ્યું છે કે જો તે તેની કોઈપણ વાત સાબિત નહીં કરી શકે તો તે તેનો પદ્મ શ્રી અવોર્ડ પરત કરી દેશે.

Related posts

चुलबुल पांडे के अस्तित्व को हकीकत में महसूस करता हूं : सलमान

aapnugujarat

અથિયા લાંબી ઈનિંગ્સ રમવા માટે ઇચ્છુક બની

aapnugujarat

ऐश्वर्या राय के साथ तुलना मुझे परेशान नहीं करता : स्नेहा उलाल

editor

Leave a Comment

UA-96247877-1