Aapnu Gujarat
મનોરંજન

અથિયા લાંબી ઈનિંગ્સ રમવા માટે ઇચ્છુક બની

રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકાને બોક્સ ઓફિસ પર સફળતા મળતા સેક્સી અથિયા શેટ્ટી હવે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. અથિયા શેટ્ટીનું કહેવું છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે. અથિયા શેટ્ટી પાસે હાલમાં કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હાલમાં ધુમ મચાવી રહી છે. અનિલ કપુર લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદથી ફિલ્મને સફળતા મળી હતી. અથિયાએ નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હીરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયાની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી.
વીતેલા વર્ષોની હીરો ફિલ્મમાં અભિનેતા તરીકેની ભૂમિકામાં જેકી શ્રોેફે ભૂમિકા અદા કરી હતી. અથિયાએ વિગત આપતા કહ્યુ છે કે એક કલાકાર હમેંશા કઇંક કઇંકને શીખે છે, તેમાં કુશળતા શીખવાની હોવી જોઇએ. દરેક બાબત પર તે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

Related posts

भट्ट फैमिली को लेकर रणवीर शौरी का बयान, कहा – ‘मुझे शराबी बोलते थे

editor

સેક્સી મલાયકા એપ મારફતે ફિટનેસના રાઝ ખોલશે

aapnugujarat

ડિમ્પલ કાપડિયા અને સની દેઓલની જોડી ફરી એકવાર ફિલ્મી પડદે જોવા મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1