Aapnu Gujarat
મનોરંજન

ડિમ્પલ કાપડિયા અને સની દેઓલની જોડી ફરી એકવાર ફિલ્મી પડદે જોવા મળશે

બોલિવૂડના કહેવાતાં પ્રેમી પંખીડામાંથી એક એવા ડિમ્પલ કાપડિયા અને સની દેઓલની જોડી ફરી એકવાર ફિલ્મી પડદે જોવા મળશે.  વર્ષો પહેલાં આ બંનેના અફેરની ચર્ચાઓ બોલિવૂડમાં જોરશોરથી થતી હતી. બંને લગ્ન બાદ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોવાની ચર્ચાઓ પણ હતી. હવે આ જોડી ફરીવાર ફિલ્મી પડદે જોવા મળશે.૨૪ વર્ષના લાંબા સમયગાળા બાદ સની અને ડિમ્પલ ટોની ડીસૂઝાની ફિલ્મમાં જોવા મળશે.  આ ફિલ્મમાં સની ગેસ્ટ અપીયરેંસ કરશે અને ડિમ્પલ કાપડિયા તેના જમાઈ અક્ષય કુમાર સાથે એત કેમિયો કરતી જોવા મળશે. આ ફિલ્મ ડિમ્પલ કાપડિયાના ભત્રીજા કરણ કાપડિયાની ડેબ્યૂ ફિલ્મ હશે.મહત્વપૂર્ણ છે કે સની અને ડિમ્પલ કાપડિયા વર્ષ ૧૯૮૪માં આવેલી ફિલ્મ ‘મંઝિલ મંઝિલ’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાની ચર્ચાઓ હતી. ૧૧ વર્ષ સુધી બંનેએ એકબીજા સાથે સંબંધ રાખ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સની અને ડિમ્પલ કાપડિયાનો એક વિડીયો પણ વાઇરલ થયો હતો. જેમાં તેઓ લંડનમાં સાથે જોવા મળ્યા હતા. હવે આ જોડી એક ફિલ્મમાં પણ જોવા મળશે.

Related posts

કરીના અને સોનમની ફિલ્મ વીરે દી વેડિંગની ચર્ચા જારી

aapnugujarat

हेट स्टोरी-४ की शूटिंग पुरी हुई : अगले साल में रिलीज

aapnugujarat

फिटनेस का तात्पर्य फैड डायट से नहीं : नीतू चंद्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1