Aapnu Gujarat
ગુજરાત

સી આર પાટીલે આપ્યો ‘વિજય’ મંત્ર

દેશની રાજનીતિમાં ભાજપનો પાયો મજબૂત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે માત્ર કાગળ પર નહિ પરંતુ જમીન પર કાર્યકર્તાઓની ફોજ ને યોગ્ય વ્યવસ્થામાં ઢાળી ચૂંટણી જીતવાની રણ નીતિ તૈયાર કરી હતી.નરેન્દ્ર મોદી એ પેજ પ્રમુખ થી લઈ શક્તિ કેન્દ્ર સુધી ની વ્યવસ્થા ગોઠવી સમગ્ર દેશમાં ભાજપનો પાયો મજબૂત કર્યો છે.પરંતુ હવે લાગે છે કે ગૃહ રાજ્ય ગુજરાતમાં જ આ પાયો નબળો પડતા પોતાના વિશ્વસુ એવા નવસારીના સાંસદ સી આર પાટીલ ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવી પાયો મજબૂત કરવાની સૂચના આપી દીધી છે.સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખનો પદ ભાર સાંભળતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં કાર્યકરોને સંબોધતા સ્પષ્ટ જણાવી દીધું કે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઇ અને પછી આપણે ચૂંટણી જીતીએ તેવા સંજોગો આપડે ચાલવા દેવા નથી.એટલા માટે જ આવનાર દિવસોમાં આપણે પેજ પ્રમુખો મજબૂત કરવા છે.ઘણા લોકોએ પેજ પ્રમુખ ની વાત કરી હશે પરંતુ તે માત્ર કાગળ પર છે.આપડે જમીન પર પેજ પ્રમુખ બનાવ છે.માત્ર ખાના પૂરતી માટે નામ લખી લેવા તે નાબૂદ કરી આપણે આપણા કાર્યકરને મજબૂત કરવો છે.કોં ગ્રેસી નેતા આપણા માં આવે અને આપડે મજબૂત થયા તેમ નહિ પરંતુ આપડો કાર્યકર મજબૂત થાય તે દિશામાં કામ કરવું છે.જો પેજ પ્રમુખ થી શક્તિ કેન્દ્ર ની વયસ્થાની વાત કરવાં આવે તો ૩૦ મતદારો પર ૧ પેજ પ્રમુખ હોય છે.જ્યારે ૩૫ થી ૪૦ પેજ પ્રમુખ પર એક બુથ પ્રમુખ બનાવમાં આવે છે.તો ૪ થી ૫ બુથ પર એક શકિત કેન્દ્ર પ્રમુખ જ્યારે ૧૫ થી ૨૦ શક્તિ કેન્દ્ર પર એક મંડલ પ્રમુખ બનાવમાં આવે છે.તો એક વિધાનસભા ૩ થી ૫ મંડલ પ્રમુખ કામ કરતા હોય છે.એટલે પેજ પ્રમુખ થી લઈ શક્તિ કેન્દ્ર સુધી ની જે વ્યસ્થ છે તેના કારણે ભાજપ એ વિધાનસભા થી લઈ સંસદ સુધી અને ગામ થી લઈ ગાંધીનગર સુધી ચૂંટણીમાં જીત મેળવે છે.પરંતુ છેલ્લા ઘણા સમય થી ભાજપનો આ પાયો એ નબળો પડ્યો છે.વર્ષે ૨૦૧૭ અને ૨૦૧૯ ની ચૂંટણી પ્રચારનો પ્રારંભ જ પેજ પ્રમુખ સંમેલનો થી કરવામાં આવ્યો હતો. પ્રદેશ ભાજપ નો દાવો હતો ક ૭ લાખ થી વધુ પેજ પ્રમુખ એ ગુજરાત માં છે.પરંતુ તેની અસર એ ચૂંટણીમાં એટલી જોવા મળી ન હતી.એટલા માટે જ સી.આર.પાટીલ એ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કાર્યકરો ને સંબોધતા સ્પષ્ટ કર્યું કે માત્ર ખાના પૂરતી થી કામ નહીં ચાલે જમીન પર પેજ પ્રમુખ તૈયાર કરવા પડશે.

Related posts

बेंगलुरु से कांग्रेसी विधायक ६ तारीख को अहमदाबाद आयेंगे

aapnugujarat

વડોદરા જિલ્લામાં ઉનાળા પૂર્વે પીવાના પાણીનું આગોતરૂ આયોજન કરવા કલેકટરની તાકીદ

aapnugujarat

રાહુલ ગાંધી ૫થી૭ ડિસેમ્બરે પણ ઝંઝાવતી પ્રચારમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1